આમોદના આછોદ ગામે કોરોના પોઝીટીવ દર્દીનું સારવાર દરમ્યાન વડોદરા ગોત્રી હોસ્પિટલમા મોત.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ તાલુકાના આછોદ ગામે ઝકકરિયા મસ્જિદવાળા ફળીયામાં રહેતા સુહેલ અહમદ અમીજી ઉ.વ.૩૫ તેઓ ઘરે જ રહેતા હતા અને તેમને શરદી ખાંસી થતા તેમણે જંબુસર ખાતે દારુલ ઉલુમ દવાખાનામાં સારવાર લીધી હતી.જ્યાં તેમને ન્યુમોનિયા હોવાનું જણાતા વડોદરા ગોત્રી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમને કોરોના રીપોર્ટ ટેસ્ટ કરવામાં આવતા કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
વડોદરા ગોત્રી હોસ્પિટલમાં તેમની સારવાર દરમ્યાન ગતરોજ તેમનું મોત થયું હતું.મૃતક સુહેલ અહમદ અમીજીને વડોદરા ખાતે જ તેમની સાવચેતીપૂર્વક દફનવિધિ કરવામાં આવી હતી.આમોદ શહેરમાં બે કોરોના દર્દીઓનું અગાઉ મોત થયું હતું.આમોદ નગર અને તાલુકાની જનતા કોઈ કોરોના પોઝીટીવ સંક્રમણનો ભોગ ના બને માટે તકેદારી રાખવાની જરૂર છે.