જંબુસર ખાતે વધી રહેલા કોરોના કેસોની સંખ્યાને લઈ પ્રાંત કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જંબુસર નગર ખાતે કોરોના પોઝીટીવની સંખ્યામાં વધારો થતાં તંત્ર ચિંતા તો છે.જંબુસર નગરની જનતા પણ કોરોના વાયરસને ગંભીરતાથી ન લેતા તથા કાયદાનું પાલન ન કરતા હોવાને લઈ જંબુસરમાં પોઝિટિવ સંખ્યામાં વધારો નોંધાતો હોવાની ચર્ચા છે.તંત્ર દ્વારા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર અે કે કલસરિયાની અધ્યક્ષતામાં કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી.જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ શહેર,તાલુકાના અગ્રણીઓ વેપારી મિત્રો હાજર રહ્યા હતા.
પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ થયેલી મીટિંગમાં કોરોનાને હળવો ન સમજવા જણાવ્યું હતું તેમ છતાં ગ્રામજનોએ ગંભીરતા લીધી ન હતી બધાની જવાબદારી છે.પોતાના સામે લડવા પોતાની જવાબદારી સમજી નિયમોનું પાલન કરવું પડશે લોકોમાં જાગૃતિ લાવવી પડશે અને સતર્કતા જાળવવી પડશે અને કન્ટેનમેન્ટ એરિયાનું ચુસ્તપણે પાલન થાય લોકો સાવચેતી સલામતી રાખે તથા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રને સહકાર આપે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી.જંબુસરની જનતા માસ્ક પહેરે તથા સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન તથા કોરોના સામે સૌ સાથે મળી આ લડાઈ સામે જંગ જીતવા અપીલ કરવામાં આવી હતી.