જંબુસર કાછીયા પટેલ સમાજ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જંબુસર શહેરમાં વધી રહેલા કોરોના કેસોની સંખ્યાને લઈ સમાજમાં તથા ગ્રામજનોમાં રોગપ્રતિકારક શક્તિ વધે અને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે આયુષ્ય મંત્રાલય ની ગાઈડલાઈન મુજબ માલપુર આયુર્વેદિક દવાખાના સહયોગ થી આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ જંબુસર શહેરના કાછીયા પટેલ સમાજ પંચપોળ વિસ્તાર સહિત જ્યાં પોઝિટિવ કેસોની સંખ્યા આવે છે તે વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળા વિતરણ ડો ટુ ડોર કરવામાં આવ્યું હતું
.આ સહિત આરોગ્ય શાખા દ્વારા પણ કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથીક દવાનું વિતરણ પણ ડોર ટૂ ડોર કરવામાં આવ્યું હતું.ઉકાળા વિતરણ પ્રસંગે પાલિકા સદસ્ય વિશાલભાઈ પટેલ,શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ,વિરેનભાઈ શાહ બ્રહ્માજી સહિત કાછીયા પટેલ સમાજના યુવા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.