૧૮ જૂનના રોજ ઓવરસીઝ એજ્યુકેશન / એમ્પ્લોયમેન્ટ વેબિનાર યોજાશે
વિદેશમાં અભ્યાસ અને રોજગાર માટે યુવાનોને વર્ચ્યુઅલ એટલે કે, ઓનલાઈન માર્ગદર્શન પૂરું પાડવા માટે ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અને કેરિયર ઇન્ફર્મેશન સેન્ટર, મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, અમદાવાદ દ્વારા તા. ૧૮/૦૬/૨૦૨૦ ને ગુરુવાર ના રોજ સમય: બપોરે ૧૨:૦૦ થી ૧૨:૪૫ સુધી વેબિનાર યોજાનાર છે. આ વેબિનારમાં ભાગ લેવા ઉમેદવારો માટે રજીસ્ટ્રેશનની એક ગૂગલ લિંક બનાવવામાં આવી છે, આ https://bit.ly/2UKYeGi ગૂગલ લિંકમાં ઉમેદવારોને મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન ઓવરસીઝ એજ્યુકેશન અને એમ્પ્લોયમેન્ટ અંગેની અદ્યતન માહિતી મેળવી શકે છે.
ઓનલાઈન ઓવરસીઝ વેબિનારમાં કોઇપણ ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત લેવાની રહેશે નહીં. આ વેબિનારમાં ભાગ લેવા માટે ઉપર આપેલી ગૂગલ લીંકમાં રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે અને વેબિનારનો આઈ.ડી. અને પાસવર્ડ એસ.એમ.એસ. દ્વારા મોકલવામાં આવશે. આ માટેના હેલ્પ-લાઈન નંબર 079-29703642 ઉપર વિશેષ માર્ગદર્શન અને માહિતી પ્રાપ્ત થઈ શકશે તેમ મદદનીશ નિયામકશ્રી (રોજગાર), અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.