ભરૂચના નંદેલાવ રોડ ઉપર બિનઅધિકૃત બે કોમ્પ્લેક્ષોને બૌડાએ સીલ માર્યા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ ના નંદેલાવ રોડ ઉપર બિલ્ડરો દ્વારા ગ્રામ પંચાયત ની પરવાનગી બાંધકામની મેળવી બે કોમ્પ્લેક્ષો ઉભા કરી દીધા બાદ ફ્લેટ અને દુકાનો નું વેચાણ પણ થયું ત્યાં જ બંને કોમ્પ્લેક્ષ બિનઅધિકૃત હોવાના આક્ષેપ સાથે અરજદારે અરજી કરતાં ભરૂચ ના બૌડા વિભાગ દ્વારા સમગ્ર ઘટના ની તપાસ કર્યા બાદ અંતે બંને કોમ્પ્લેક્ષોની દુકાનો અને ફલેટટો સીલ મારી દેતા લોકો ની હાલત કફોડી બની હતી.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકા ના નંદેલાવ પંચાયત ની હદ માં બે બિલ્ડરો દ્વારા કોમ્પ્લેક્ષો ઉભા કરવામાં આવ્યા હતા.જે બિલ્ડરો એ કોમ્પ્લેક્ષ બનાવવા માટે નંદેલાવ ગ્રામ પંચાયત ની બાંધકામ ની જરૂરી પરવાનગી પણ લીધી હતી.પરંતુ નવા નિયમ મુજબ ભરૂચ ના બૌડા વિભાગ ની પણ બાંધકામ અર્થે ની પરવાનગી લેવાની હોય છે.પરંતુ બંને બિલ્ડરો એ કોમ્પ્લેક્ષ ના બાંધકામ અંગે ની પરવાનગી ન લીધી હોવાના આક્ષેપ સાથે અરજદાર સચીન પટેલે ગેરકાયદેસર મદની તથા આઈશાના કોમ્પ્લેક્ષ હોવાનું જણાવી બૌડા વિભાગ માં લેખિત અરજી કરી હતી.જે અરજી ની સુનાવણી પ્રક્રિયા ચાલ્યા બાદ કોમ્પ્લેક્ષો બિનઅધિકૃત હોવાનું જણાઈ આવતા આખરે બૌડા વિભાગની ટીમે નંદેલાવ રોડ ઉપર આવેલા મદની અને આઈશાના કોમ્પ્લેક્ષની ૫૦ થી વધુ દુકાન તથા ૫૦ ફલેટ ને સીલ મારી દેતા ફ્લેટ ખરીદનારાઓ માં પણ ફફડાટ મચી જવા પામ્યો હતો.
જોકે સમગ્ર ઘટના માંમદીના કોમ્પ્લેક્ષ ના માલીકે જણાવ્યું હતું કે અમે કોમ્પ્લેક્ષ ના બાંધકામ ની પરમીશન નંદેલાવ ગ્રામ પંચાયત માંથી મેળવેલી છે.પરંતુ સચીન પટેલ નામના અરજદારે અરજી કરી છે જે બાબતે બૌડા વિભાગે કોમ્પ્લેક્ષ ના ફ્લેટો અને દુકાનો ને સીલ માર્યા છે.તે બાબતે અમો કાયદાકીય પ્રક્રિયા કરી બાંધકામ ની પરવાનગી બાબતે બૌડા માં ફાઈલ મૂકી છે.બૌડા વિભાગ દ્વારા સીલ દુકાનો ને સીલ મારી દેવાના કારણે દુકાનદારો એ પોતાના માલ સામાન સાથે વેપાર ધંધો ફૂટપાથ પર કરવા મજબુર બન્યા છે. સમગ્ર ઘટના માં બૌડા વિભાગ ના અધિકારી બિપિન ગામીતે જણાવ્યું હતું કે અરજદાર સચીન પટેલ ની અરજી ના આધારે સમગ્ર પ્રકરણ માં સુનાવણી કરાઈ હતી અને અરજી માં દર્શાવેલ મદની કોમ્પ્લેક્ષ તથા આઈશાના કોમ્પ્લેક્ષ ના બાંધકામ કરનાર બિલ્ડરો એ બૌડા વિભાગ ની પરવાનગી લીઘી ન હોવાના કારણે કોમ્પ્લેક્ષ ના દુકાનદારો અને ફ્લેટ માલિકો ને પ્રથમ નોટિસ આપ્યા બાદ ફ્લેટ અને દુકાનો ને સીલ મારી કોમ્પ્લેક્ષ માં કોઈએ પણ આવવું નહિ ના બૌડા વિભાગ દ્વારા બેનર લગાવી દેવામાં આવ્યા હતા. જેને પગલે ફ્લેટ અને દુકાનદારો થોડા ચિંતિત છે પંરતુ બિલ્ડરો ની લાપરવાહી ના કારણે ફ્લેટ ધારકો અને દુકાનદારો ભોગ બન્યા છે.*