Western Times News

Gujarati News

સરકારી હોસ્પિટલમાં ૧૫૦૦ કોવિડ માટેના બેડ ખાલી છે

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૧૧ નવા કેસ આવતા હવે રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા પણ ૨૩૫૯૦ થઈ છે. છેલ્લા પાંચ દિવસમાં ચોથી વાર ૫૦૦થી વધુ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં વધુ ૨૯ લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક ૧૪૭૮ પર પહોંચ્યો છે. કોરોનાના નોંધાયેલા નવા કેસોમાં અમદાવાદમાં ૩૩૪ કેસ, સુરતના ૭૫ કેસ, વડોદરાના ૪૨ કેસ અને ગાંધીનગરનાં ૯ કેસનો સમાવેશ થાય છે.

સતત સાતમા દિવસે અમદાવાદ જિલ્લામાં ૩૨૦ થી વધારે કેસ નોંધાયા છે. રવિવારે રાજ્યમાં સૌથી વધુ ૨૨ મોત અમદાવાદમાં, સુરતમાં ૪, અરવલ્લી, પંચમહાલ અને મહેસાણામાં ૧-૧ દર્દીનું કોરોનાથી મોત થયું છે. આ દરમિયાન હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાના વિશ્લેષણમાં સામે આવ્યું છે કે, સિવિલ હોસ્પિટલ  કમ્પાઉન્ડમાં કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ અને અન્ય સરકાર સંચાલિત હોસ્પિટલોમાં ૧૫૦૦ જેટલા બેડ ખાલી હતા.

જેમાં સૌથી વધુ સિવિલ અને એસવીપી હોસ્પિટલમાં ૪૦૦-૪૦૦ જેટલા બેડ, સોલ સિવિલમાં ૧૮૦ બેડ, યુ એન મહેતામાં ૧૧૦ બેડ, જીસીઆરઈ હોસ્પિટલમાં ૧૫૦ બેડ અને આઈકેડીઆરસીમાં ૧૩૦ બેડ ખાલી હતા. એએમસીએ ૪૪હોસ્પિટલોમાં ૧૮૦૦ બેડની માંગ કરી છે. જ્યાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લા ૫ દિવસમાં ૨૫૪૬ કેસ નોંધાયા છે. જે મુજબ દરરોજ સરેરાશ ૫૦૯ જેટલા કેસો સામે આવી રહ્યા છે. મેડિકલ ફ્રેડરનિટી કહે છે કે, માઈલ્ડ અને એસિમ્પટોમેટિક દર્દીઓની સારવાર ઘરે અને સાધારણ અને ગંભીર દર્દીઓની સારવાર હોસ્પિટલમાં કરવા વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જાઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.