યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલમાં વિદેશી યુવકનો આપઘાત
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, : ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી બોયઝ હોસ્ટેલમાં એક વિદેશી યુવાને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને તપાસનો દોર ચલાવ્યો હતો. ઘટનાની વિગત એવી છે કે આજે વહેલી સવારે ગુજરાત યુનિવર્સિટીમાં કેટલાંક લોકો નિત્યક્રમ મુજબ નીકળ્યા હતા. ત્યારે બોયઝ હોસ્ટેલના કેમ્પસમાં એક યુવાનની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા તમામ ગભરાઈ ગયા હતા. જાણ થણાં જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસ માં આ યુવાનનું નામ સાકિબ તથા તે અફઘાની નાગરીક હોવાનું જાણવા મળ્યુ હતુ. આ યુવાને કયા સંજાગોમાં આપઘાત કર્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.