અમેરિકી સંસદમાં ગ્રીનકાર્ડ બિલ રજૂઃ ભારતીય પ્રોફેશનલ્સને ફાયદો થશે
વોશિંગ્ટન, અમેરિકી સંસદ હાઉસ ઓફ રિપ્રેઝન્ટિવમાં મંગળવારે ગ્રીનકાર્ડ સંબંધિત એક બિલ પર વોટિંગ થયું હતું. રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના ૩૧૦ કરતા પણ વધારે સાંસદ આ બીલના ટેકામાં છે. વિદેશીઓની ગ્રીનકાર્ડની સંખ્યા સીમિત હોવાને કારણે ભારત અને ચીનના નાગરિકોને અમેરિકાની ઓછી નાગરિકતા મળે છે, જયારે બીજા દેશોના નાગરિકોને સરળતાથી અમેરિકાની કાયમી નાગરિકતા મળી જાય છે. આ સંબંધમાં અમેરિકી સંસદમાં રજૂ થયેલ બિલ પાસ થયા બાદ ગ્રીનકાર્ડની સંખ્યા પરની લિમિટ ખતમ થઈ જશે.
જાે આ બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરે તો ભારતીયોને ગ્રીનકાર્ડની સાથે સાથે એચ-૧ બી વિઝાની સંખ્યા પણ વધારે મળશે. એપ્રિલ ર૦૧૮ સુધી અમેરિકાના ટેકનોલોજી ક્ષેત્રમાં ૩ લાખ ભારતીયો એવા છે જેઓ ગ્રીનકાર્ડની પ્રતીક્ષા કરી રહ્યા છે. અમેરિકાની બન્ને પાર્ટીઓ રિપબ્લિકન અને ડેમોક્રેટિકના મોટાભાગના સાંસદો આ બિલના ટેકામાં છે. તેથી આ બિલને કાયદો બનવાની આડે કોઈ અડચણ નહી આવે. અમેરિકી સંસદમાં દર વર્ષે તમામ દેશોના ૭ ટકા ગ્રીનકાર્ડ જારી કરવાની મર્યાદા ખતમ કરનાર બિલ પર વોટિંગ થાય છે. ગ્રીનકાર્ડ લોકોને અમેરિકામાં સ્થાયી રીતે વસવા અને કામ કરવાની અનુમતી આપે છે. જા આ બિલને સંસદની મંજૂરી મળે તો તેનો ફાયદો હજારો ભારતીય પ્રોફેશનલોને થશે. (એન.આર.)