કોરોનાની મહામારીના આ કપરા સમયમાં ઉમ્મીદ ગ્રુપ આણંદનો અનોખો સેવાયજ્ઞ

નિસ્વાર્થ સમાજસેવા ના ઉમદા કાર્ય થી માત્ર આણંદ શહેર જ નહીં પરંતુ સમગ્ર જિલ્લા માં.આગવું સ્થાન પ્રાપ્ત કરનાર ઉમ્મીદ ગ્રુપના યુવાઓ દ્વારા આજે ગ્રુપ માં પ્રમુખ રિયાઝ ભાઈ ના જન્મદિવસ ની ઉજવણી પણ અનોખી રીતે કરી હતી.
જ્યારે સમગ્ર દેશ કોરોના સામે ની મહામારી થી જુજી રહ્યો છે ત્યારે ઉમ્મીદ ગ્રુપ ના યુવાઓ દ્વારા પ્રમુખ ના જન્મદિવસ ની ઉજવણી માત્ર કેક કાપી નહિ પરંતુ દેશ માં થેલેસેમિયા અને અન્ય બીમારી થી પીડાતા દર્દીઓ માટે રક્તદાન કરી કરી હતી.
લોકડાઉન દરમિયાન હાજરો જરૂરમંદ ને ભોજનની વ્યવસ્થા પુરી પાડનાર ઉમ્મીદ ગ્રુપ માં આ યુવાઓ એ આ કેમ્પ માં સરકારશ્રી ની ગાઈડલાઈન નું પાલનકરી કુલ ૫૧ યુનિટ રક્ત એકત્રિત કરી .એ.ડી.ગોરવાલા બ્લડ બેન્ક ને દાન કર્યું હતું.
સાથે સાથે ઉમ્મીદ ગ્રુપ ના તમામ યુવાઓએ મહામારી ના આ કપરા સમયમાં પ્રતિજ્ઞા લીધી કે સમાજને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે હંમેશા કોઈ પણ જાત ના ભેદભાવ વિના તેઓ પોતાની ઉમદા સેવા આપવા હંમેશા તૈયાર રહેશે.
આ પ્રસંગે એ.ડી.ગોરવાલા બ્લડ બેન્ક ના ડો.મુસ્તુફા , પંકજભાઈ તેમજ ઉમ્મીદ ગ્રુપ ના ડો.જાવેદ વહોરા ,ડો.સોહેલ વહોરા ,સરફરાઝ વહોરા,ઇમરાન કલાસિક,મોહસીન સમર,સોહેલભાઈ રેલવે,સહિત મોટી સંખ્યા માં ઉપસ્થિત યુવાઓ દ્વારા ઉમ્મીદ ગ્રુપ ના પ્રમુખ રિયાઝભાઈ (રિલ્લુ) ને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી