કોરોનાનું સંક્રમણ યથાવત રાજસ્થાન સરકારે સીલ કરેલી આંતરરાજ્ય સરહદો ખુલ્લી મુકાઈ

રાજસ્થાનમાં કોરોના દર્દીઓનો આંકડો ૭ દિવસ અગાઉ ૧૧ હજારને વટાવી દેતા અને કોરોનાના લીધે ૨૫૬ લોકોનાં મોત નિપજતા સતત કોરોના પોઝેટીવ કેસ વધતા રાજસ્થાન સરકારે ૭ દિવસ સુધી આંતરરાજ્ય સરહદો સીલ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં રાજસ્થાનને ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશની અડતી તમામ આંતરરાજ્ય સરહદો સીલ કરી દીધી હતી રાજસ્થાન રાજ્યમાં પ્રવેશવા માટે અને રાજ્યની બહાર જવા માટે કલેક્ટર કક્ષાના અધિકારીનો પાસ અમલી બનાવી દેવામાં આવતા વાહનચાલકો અને લોકોની અવર-જવર પર પ્રતિબંધ લાગી ગયો હતો રાજસ્થાન સરકારે ૭ દીવસ પછી આંતરરાજ્ય સરહદો પરથી નિયંત્રણ હટાવી લેતા વાહનચાલકોમાં અને લોકોમાં આનંદ છવાયો હતો રાજસ્થાનમાં પ્રવેશ મેળવાનર તમામ વાહનોં નોંધણી ફરજીયાત બનાવી દેવામાં આવી છે