વડોદરામાં લગ્નની લાલચે સગીરા પર દુષ્કર્મ કરનારો આરોપી ઝડપાયો
વડોદરા હરણી-વારસિયા રિંગ રોડ પર રહેતી ૧૬ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચથી દુષ્કર્મ આચરનારા નવાયાર્ડના ફારૂક શકીલ પઠાણને વારસિયા પોલીસે ઝડપી પાડ્યો હતો. ફારૂકે મિત્ર અંકિતના ઘરમાં પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી મળતાં પોલીસે અંકિતની પણ શોધખોળ શરૂ કરી હતી. ફારૂકનો કોરોના ટેસ્ટ કરાવવાની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે.હરણી-વારસિયા રિંગ રોડ પર રહેતી ૧૬ વર્ષીય સગીરાના જ વિસ્તારમાં રહેતા અંકિત નામના યુવકના મિત્ર ફારૂક શકીલ પઠાણ (નવાયાર્ડ, આશાપુરી) સાથે પરિચય થયો હતો.
ત્યારબાદ ફારુકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી ફારુકે સગીરાને લગ્નની લાલચ આપી તથા ધાક-ધમકી આપી બળજબરીપૂર્વક અંકિતના ઘર માં છેલ્લા રૂમમાં લઇ જઇ તેની પર દુષ્કર્મ આચર્યું હતું ફારુકે સગીરાને જો તું આ વાત કોઇને કહીશ તો તને અને તારા પરિવારને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. થોડા દિવસ પહેલા ફારૂકે સગીરા સાથે ઝઘડો કર્યો હતો જેથી સગીરાએ ફારૂક તેને હેરાન કરતો હોવાનું જણાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું ઘરનાને જણાવ્યું હતું જેથી પરિવારે વારસિયા પોલીસમાં જઈને ફારુખ શકીલ પઠાણ- અંકિત સામે ફરિયાદ કરતાં પોલીસે ફારૂકની અટકાયત કરી હતી.