અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વર્ગ-૪’ના કર્મચારીઓની હડતાલ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેર કોરોનાનું મુખ્ય હોટસ્પોટ બની ગયું છે સમગ્ર દેશમાં મુંબઈ પછી અમદાવાદ કોરોનાના કેસોની સંખ્યામાં બીજા નંબરે છે આવી કપરી પરિસ્થિતિમાં પણ કોરોના વોરયર્સે ખડે પગે સેવા બજાવી છે શહેરની સિવિલ હોસ્પિટલમાં વર્ગ-૪ ના કર્મચારીઓ સતત ફરજ પર હાજર જાવા મળતા હતા પરંતુ તેમની આ કદર કરવાના બદલે પગાર નહી ચુકવાતા તથા તેમની પડતર માંગણીઓનો ઉકેલ નહી આવતા ગઈકાલથી તેઓ હડતાલ પર ઉતરી ગયા છે અને આજે સવારે પણ સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં કર્મચારીઓએ ઉગ્ર દેખાવો કરતા વાતાવરણ તંગ બની ગયું છે જેના પગલે પોલીસને બોલાવવાની પણ ફરજ પડી હતી કર્મચારીઓએ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટની ઓફિસની બહાર જ દેખાવો કર્યાં છે.
અમદાવાદ શહેરમાં કોરોનાની કપરી પરિસ્થિતિમાં પોલીસ, મેડીકલ તથા અન્ય કર્મચારીઓ સતત ફરજમાં હાજર રહયા છે જેના પગલે આ કોરોના વોરીયર્સમાં પણ કોરોનાનો ચેપ લાગ્યો છે તેમ છતાં હજુ પણ આ તંત્રના અન્ય કર્મચારીઓ ફરજ બજાવી રહયા છે આવી કપરી પરિસ્થિતિમાં અમદાવાદ શહેરની સિવિલ અને એસવીપી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
આ બંને હોસ્પિટલોમાં છેલ્લા કેટલાક દિવસથી કર્મચારીઓમાં ભારે અસંતોષ જાવા મળી રહયો છે સૌ પ્રથમ એસવીપી હોસ્પિટલમાં ખાનગી કંપનીના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા અને આ મામલે ભારે વિવાદ પણ સર્જાયો હતો ત્યારબાદ હવે સિવિલ હોસ્પિટલનાં વર્ગ-૪ના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે ગઈકાલે કર્મચારીઓ એકત્ર થયા હતા અને રોષ વ્યકત કર્યો હતો આ અંગે રજુઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો ન હતો જેના પગલે ગઈકાલથી જ સિવિલ હોÂસ્પટલના વર્ગ-૪ ના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતાં.
કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ પગાર નહી ચુકવાતા તથા અન્ય માંગણીઓનો ઉકેલ નહી આવતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતાં અધિકારીઓએ દોડધામ કરી મુકી હતી પરંતુ આ વખતે કર્મચારીઓ કોઈપણ જાતની બાંધછોડ કરવાના મુડમાં જાવા મળતા ન હતાં. કર્મચારીઓની માંગણીઓનો સ્વીકાર ન થતાં આજે સવારથી જ વર્ગ -૪ના તમામ કર્મચારીઓ હોÂસ્પટલના સંકુલમાં એકત્ર થઈ ગયા હતા. અને સરકાર વિરૂધ્ધ ઉગ્ર સુત્રોચારો કરવા લાગ્યા હતાં જેના પગલે હોસ્પિટલસંકુલમાં પોલીસ એલર્ટ થઈ ગઈ હતી કર્મચારીઓ એકત્ર થઈ જતા વધુ પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતાં.
હડતાલ પર ઉતરેલા કર્મચારીઓએ સતત બીજા દિવસે પણ હડતાલ ચાલુ રાખતા હોસ્પિટલમાં સફાઈ સહિતની કામગીરી ખોરવાઈ ગઈ છે આજે સવારથી જ કર્મચારીઓએ સૌ પ્રથમ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટની ઓફિસની બહાર હોબાળો મચાવ્યો હતો અને સુત્રોચાર કરતા પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા ભારે જહેમત બાદ કર્મચારીઓને બહાર લાવવામાં આવ્યા હતાં.
ત્યારબાદ તમામ કર્મચારીઓએ હોસ્પિટલમાં સંકુલમાં બેસી જઈ ઉગ્ર સુત્રોચારો શરૂ કર્યાં છે તાત્કાલિક અસરથી પગાર જમા કરાવવા તથા અન્ય માંગણીઓનો સ્વીકાર કરવાની ખાતરી મળે તો જ હડતાલ સમેટી લેવાની તૈયારી બતાવવામાં આવી છે. આમ સતત બીજા દિવસે સિવિલ હોસ્પિટલમાં વર્ગ-૪ના કર્મચારીઓની હડતાલ યથાવત રહી છે.