અરવલ્લીના પાંચ તાલુકામાં મેલેરીયા જાગૃતિ અભિયાન અંતર્ગત કામગીરી હાથ ધરાઇ
સાકરિયા: ચોમાસા પૂર્વે અરવલ્લીમાં ખાસ કરીને મેલેરીયાની અસર વધુ જોવા મળે છે તેવા વિસ્તારોમાં મલેરીયા જાગૃતિ અભિયાન શરૂ કરીને જિલ્લાના પાંચ તાલુકાના હાઇરીસ્ક ધરાવતા ૧૨ ગામોમાં દવાનો છંટકાવની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
રાજય સરકાર દ્વારા જૂન માસને મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવણી કરાય છે. જેમાં ખાસ કરીને મેલેરીયાના અટકાયતી પગલા અને તકેદારી રાખવા જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવે છે. રાજયને ૨૦૨૨ સુધી મેલેરીયામુક્ત કરવાના ઉદેશ્ય સાથે અરવલ્લી જિલ્લામાં અગાઉના વર્ષોમાં જયાં મેલેરીયાના કેસ મળી આવતા હતા તેવા વિસ્તારોની ઓળખ કરી દવા છંટકાવ કરવામાં આવે છે.
આ ઉપરાંત આ સમયગાળામાં ફિવર સર્વે કામગીરી શરૂ કરી, ભંગાર એકત્ર થતા સ્થળ, ટાયર પંચરની દુકાન સહિત મચ્છર ઉત્પતિના સ્થાન છે,