ભારતે રશિયા પાસેથી ફાઈટર વિમાનો મંગાવ્યા
(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી: ચીન-ભારત વચ્ચે થયેલા સંઘર્ષને કારણે બંન્ને દેશો વચ્ચે તંગદિલીનો માહોલ સર્જાયો છે. બંન્ને દેશોની સેના સશ†-સરંજામ ખાતે આમને-સામને ગોઠવાઈ ગઈ છે. માત્ર એક ચિંગારી યુધ્ધ તરફ ધકેલી શકે છે. ચીન દ્વારા થયેલા હુમલામાં ભારતના ર૦ જવાનો શહિદ થયા હતા અને અન્ય ઘવાયેલા જવાનોને સારવારાર્થે હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. ચીનના આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે ભારતે કડક હાથે કામ લેવાનો નિર્ણય કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશો આપતા ચેતવણી આપી હતી કે અમારી સંપ્રભુતા સામે પગલાં લેતા અચકાઈશું નહીં.
ગલવાન ઘાટીમાં અથડામણ એ ચીનનું પૂર્વ આયોજીત કાવતરૂ જ હતુ. અને તેણે પહેલેથી જ ગલવાન ઘાટી વિસ્તારમાં આર્મીને ગોઠવી દીધી છે. ભારતે પણ ચીન સાથેની તમામ એલએસી પર તેના સૈન્યને હાઈએલર્ટ કરી દીધું છે. ચીન સાથે ગમે ત્યારે કોઈપણ સંજાગો ઉભા થાય તો તેને પહોંચી વળવા ભારતે તૈયારી કરી દીધી છે. ભારતે વાયુદળની સ્ટ્રેન્થ વધારવાનો નિર્ણય કર્યો છે. ભાર તેના જુના મિત્ર રશિયા પાસેથી સુખોઈ- મીગ વિમાન ખરીદવાનો નિર્ણય કર્યો છે. સુખોઈ- મીગ ફાઈટર વિમાનો ઝડપથી ભારતને મળે એવા પ્રયાસો શરૂ કરાયા છે. લગભગ ૩૩ જેટલા ફાયર વિમનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે.