સોલામાં નરાધમ પિતાએ પાંચ વર્ષની સગી પુત્રી પર બળાત્કાર ગુજાર્યો
અમદાવાદ: શહેરનાં સોલા વિસ્તારમાંથી એક અત્યંત ધૃણાસ્પદ ઘટના સામે આવી છે જેમાં એક પાચ વર્ષીય બાળકી ઉપર તેના જ સગા પિતાએ બળાત્કાર ગુજાર્યો હતો ઉપરાંત આ વિકૃત પિતાએ બાળકીનાં ગુપ્ત ભાગમાં ઈજા કરી હતી જેની જાણ માતાને થતા તેણે પતિ વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે પ્રાપ્ત માહીતી અનુસાર આ નરાધમ પિતા હાલમા ફરાર છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ધર્મેન્દ્ર ડામોર નામનો શખ્શ એના પરીવાર સાથે ગોતા વિસ્તારમાં કાચા છાપરામાં રહે છે અને તે પત્ની સાથે મજુરી કરી ગુજરાન ચલાવે છે ગત રોજ સાંજે ચાર વાગ્યાના સુમારે પત્ની શાલીની (નામ બદલ્યુ છે) ઘરે આવી ત્યારે પતિ ધર્મેન્દ્ર તથા નાની પુત્રી જાવા મળી ન હતી જેથી શાલીની બેન બંનેને શોધવા નીકળતાં ધર્મેન્દ્ર નાની પુત્રી સાથે ગોતા બ્રીજ નજીક દેખાયો હતો શાલીનીબેન ત્યા જતા દૃશ્ય જાઈ ચોકી ઉઠ્યા હતા તેમનાં પતિ ધર્મેન્દ્ર પોતાની જ સગી દીકરી સાથે બળાત્કાર ગુજારતા રંગે હાથ ઝડપી લીધો હતો અને બુમાબુમ કરી હતી જેથી નરાધમ પિતા ધર્મેન્દ્ર ત્યાંથી ભાગી છુટ્યો હતો જ્યારે શાલીનીબેન પાંચ વર્ષીય રડતી પુત્રીને લઈ ઘરે પહોચ્યા હતા જ્યા પુછપરછ કરી હતી અને તપાસ કરતા વિકૃત પિતાએ બળાત્કાર ગુજારવા ઉપરાંત બાળકીના ગુપ્તાંગ લાકડુ પણ ખોસી દીધાનું જાણતા માતાના સાથે આભ તૂટી પડ્યુ હતુ.
જેથી શાલીનીબેન સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને પોતાના પતિ વિરુદ્ધ ફરીયાદ નોધાવી હતી માહીતી મળતાં ખુદ પોલીસ પણ ચોકી ઉઠી છે. જ્યારે વાતની જાણ થતા આસપાસના રહીશો પણ નરાધમ બાપ પર ફિટકાર વરસાવી રહ્યા છે બીજી તરફ સોલા પોલીસે ફરાર ધર્મેન્દ્ર શોધવા તજવીજ હાથ ધરી છે. માતાએ પોલીસ ફરીયાદ કરીઃ વિકૃત પિતા ફરાર