અમદાવાદમા ચોરો બેફામઃ નરોડામાં ધોળે દિવસ ત્રણ મકાનોનાં તાળા તુટ્યા
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોરો અને તસ્કરો બેફામ બની ગયા છે પોલીસની ઢીલી કામગીરીને પગલે ચોરોને ફાવતુ મળી ગયુ છે અને કાયદાની પરવા કર્યા વગર ધોળે દિવસે ઘરોના તાળા તોડીને ચોરીને અંજામ આપી રહ્યા છે. ગઈકાલે નરોડા મા ચાર ઈસમોએ ત્રાટકીને ધોળા દિવસે બે થી ત્રણ મકાનોના તાળા તોડીને સોના ચાદીના દાગીના ચોરી ગયા હતા વ†ાપુર તથા ચાંદખેડામાંથી ફલેટમાથી ચોરી થઈ છે.
આ અંગેની વિગત એવી છે કે નરોડાના આવેલા કૈલાશ કોમ્પલેક્ષમાં રહેતા પંકજભાઈ સુથારના ઘરે ગઈકાલે બપોરે સાડા બાર વાગ્યે પોતાના ઘરે પરત ફર્યા હતા ત્યા ઘરના તાળા તુટેલા જાવા મળ્યા હતા જેથી તપાસ કરતા સમગ્ર ઘરવખરી અસ્ત વ્યસ્ત પડી હતી અને તિજારીમાં મુકેલા દાગીના તથા રોકડ મળી ન આવતાં તેમણે બુમાબુમ કરી મુકતા બહાર આવ્યા હતા જ્યાના તેના સાથેના ઘરમાં રહેતા ઉમાબેન કીરીટભાઈ ઘરમાં તથા બાજુમાં રહેતા રાજુભાઈ શર્મા ના ઘરમાંથી પણ ચોરીઓ થયેલી જણાઈ હતી ત્રણેય ઘરમાંથી તસ્કરો સોના ચાદીના દાગીના વાઘના નળ ઉપરાત રોકડ સહીત કુલ અઢીલાખની વધુ કીમતની મતા ચોરી ગયા હતા.