ડો. જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મોગરમાં રાષ્ટ્રીય કક્ષાનો વેબિનાર યોજાયો
આણંદ જિલ્લાના મોગર ખાતે આવેલ ડો.જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મા MSME મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત કેન્દ્ર – સ્ટાર્ટઅપ ઇક્યુબેશન સેન્ટર DIMIT – SICD તથા જે.કે. સિમેન્ટ સાથે મળીને “construction and Dimolition waste Recycling, an opportunity for Green Building Materials” વિષય પર રાષ્ટ્રીય કક્ષાના વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી રતન ઝા – (ઝોનલ હેડ – જે કે સિમેન્ટ) વેબિનાર દરમિયાન મુખ્ય વક્તા હતા અને શ્રી પ્રમોદ અડલખા- (એમ.ડી, અડલખા એસોસિએટ્સ પ્રા.લિ, નવી દિલ્હી), શ્રી જે કે પ્રસાદ (સલાહકાર હાઉસિંગ ટેકનોલોજી, મંત્રાલય -એચયુએ , Gol), શ્રી આર પી.સિંઘ (વાઇસ પ્રેસિડેન્ટ નવા પ્રોડક્ટ ડેવલપમેન્ટ એન્ડ એપ્લિકેશન, જે કે સિમેન્ટ લિ.), શ્રી દિપક બંસલ (જોઇન્ટ જનરલ મેનેજર-હુડકો, મંત્રાલય એચયુએ- Gol). શ્રીમતી સુવર્ણ લેલે (કન્સલ્ટન્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, મુંબઇ), શ્રી એસ પી અરોરા (ડિવીઝન હેડ-સીટીએસ, જે કે સિમેન્ટ લિ.) વેબિનાર દરમિયાન નિષ્ણાત તરીકે આમંત્રિત કર્યા હતા.
ઓનલાઇન વેબિનારમાં ભાગ લેનારા 10 જુદા જુદા રાજ્યો અને 45 જુદા જુદા શહેરોમાંથી લગભગ 316 સહભાગીઓ એ વેબિનારનો લાભ લીધો હતો. ડો.અમિત રાય માર્ગદર્શક અને સલાહકાર – એસઆઈસીડી) દ્વારા વેબિનારનું આયોજન અને શ્રી કેતન દસાડિયા સેન્ટર કોઓર્ડિનેટર એસઆઈસીડી) . દ્વારા વેબિનાર કોઓર્ડિનેટ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે DJMIT ના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ, ડિરેક્ટર શ્રી સંજયભાઈ, શ્રી હિમાંશુભાઈ, શ્રી કમલેશભાઈ, ડો.એફ.એસ. ઉમરીગર અને પ્રિન્સિપાલ ડો.બી.આર પારેખએ હાજર રહી,
પાર્ટિસિપેટ કરી ને sICD ને સમૃદ્ધિ મળે તેવી શુભેચ્છાઓ આપી હતી. Construction and Dimolition Waste Recycling , an Opportunity for Green Building Materials નું પ્રેઝન્ટેશન ડીજેએમ આઈટી વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવેલ હોઈ ઇન્ડસ્ટ્રી તથા બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કંપની ઓ તથા ગ્રીન રિન્યુએબલ ઉર્જા માં કામ કરતી સંસ્થા ઓ એ કોલેજ વેબસાઈટ ની વિઝીટ કરી પ્રેઝેન્ટશન લાભ લેવા આગ્રહ કરવામાં આવે છે તેમજ આ વિષય પર સરકાર ની વિવિધ યોજના ઓ દ્વારા સબસિડી તથા આર્થિક લાભ મળે છે . business Inquiry માટે DIMIT ના સિવિલ ડિપાર્ટમેન્ટ અથવા કોલેજ માં sic કેન્દ્ર ઇન્ચાર્જ નો સંપર્ક શ્રી કેતન દસાડિયા અથવા શ્રી અનિરુધ્ધ સિંહ મોબ નં .7046209051 પર સંપર્ક કરવા વિનંતી છે.