કચ્છમાં ભૂકંપ : વહેલી સવારે ૫.૦૦ વાગ્યે અને રાત્રે ૨.૦૦ વાગ્યે ધરા ધણધણી
કચ્છ: ગુજરાતમાં ભૂકંપના આચંકા અનુભવાતા કેન્દ્રની ટીમે ધામા નાંખ્યા છે. ત્યારે આજે વહેલી સવારે અને મોડી રાતે ફરીથી ભૂકંપના આચંકા અનુભવાયા હતા. કચ્છ સિસ્મિક ઝોન- ૫ આવતો વિસ્તાર હોવાથી અહીં ભૂકંપ તારાજી સર્જીર્ શકે છે . જેના અનુંસંધાને ભૂજમાં જર્જીરિત ઈમારતોની યાદી તૈયાર કરવામાં આવી છે.
ભુજમાં તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલી જર્જીરિત બિલ્ડિંગમાં ૧૯ ઈમારતમાંથી પૈકી ૫ ઈમારત હાલની તારીખે વધુ જોખમકારક છે. પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ જણાવ્યું કે, નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે જર્જીરિત ઈમારતો તોડવાની સતા છે જેથી નગરપાલિકાને ભુજ શહેરની જોખમી ઈમારતોની યાદી તૈયાર કરવા આદેશ કરાયો છે અને એન્જીનિયર પાસેથી સ્ટ્રક્ચર રિપોર્ટ તૈયાર કરવા સૂચના અપાઈ છે જે આધારે જોખમી બિલ્ડીંગો તોડી પાડવા માટે સૂચના અપાઈ છે.
કચ્છના પાટનગર ભુજ શહેરમાં આવેલી જર્જીરીત ઇમારતોની યાદી તૈયાર કરી, સ્ટ્રક્ચર રિપોર્ટ તૈયાર કરવા પ્રાંત કક્ષાએથી આદેશ છૂટતા ભુજ નગરપાલિકાએ કામગીરી કરી છે ભુજમાં તંત્ર દ્વારા તારવાયેલી ૧૯ બિલ્ડીંગ પૈકી ૫ ઈમારત હાલની તારીખે જાખમકારક તારવાઈ છે
ર૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપે દહેશત સર્જી હતી. હાલમાં ભુજ શહેરમાં અનેક નાની- મોટી ઈમારતો આવેલી છે,જેમાંથી અમુક જર્જીરિત છે જુના રિપોર્ટ પ્રમાણે ૧૯ ઈમારતો છે જે પૈકી હાલની સ્થિતિમાં ૩ બિલ્ડીંગ જાેખમી છે હાલ આ ઇમારતોમાં કોઈ વસવાટ નથી પણ તેના માલિકને બોલાવીને સૂચના અપાઈ છે અન્યથા સરકાર દ્વારા ઈમારત તોડી પડાશે. ભુજ શહેરના જુદા જુદા વિસ્તારો પૈકી પાંચ ઈમારતોમા રહીશોને સ્ટ્રક્ચર ઓડિટ માટે આદેશ અપાયો છે જો તેઓ કામગીરી નહિ કરે તો નગરપાલિકા પોતે ઓડિટ કરી કાર્યવાહી કરશે અને જર્જીરીત ઈમારતો તોડી પાડવામાં આવશે.