વટવા કેડીલા બ્રીજ પાસે ગાંજાના જથ્થા સાથે ત્રણ ઝડપાયા
ઘોડાસર નજીક એસઓજીને મળેલી બાતમીના આધારે સફળ ઓપરેશનઃ પ૮ કિલો ગાંજા જપ્ત
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં રથયાત્રા પૂર્વે પોલીસતંત્ર સક્રિય બનેલું છે અને ઠેરઠેર નાકાબંધી કરી શંકાસ્પદ શખ્સોનું ચેકિંગ કરવામાં આવી રહયું છે શહેર પોલીસતંત્ર ઉપરાંત અમદાવાદ ક્રાઈમબ્રાંચ, એટીએસ તથા એસઓજી પણ ગુનેગારો પર નજર રાખી રહયું છે. આ દરમિયાનમાં એસઓજીને અમદાવાદ શહેરમાં કેફી દ્રવ્યોનો જથ્થો લાવવામાં આવ્યો હોવાની માહિતી મળતા જ તપાસ શરૂ કરવામાં આવી હતી અને ત્રણ શખ્સોને ઝડપી લઈ પ૦ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપીઓની પુછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.
આ અંગેની વિગત એવી છે કે એસઓજી, ક્રાઈમબ્રાંચ અમદાવાદ શહેરના પીએસઆઈ પી.કે. ભુત સ્ટાફ સાથે સતત વોચમાં છે રથયાત્રાના તહેવારના અનુસંધાનમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે એસઓજીની આ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે વટવા કેડીલા બ્રીજ પાસે નશીલા પદાર્થોની હેરાફેરી થવાની છે.
જેના આધારે પેટ્રોલીંગમાં રહેલી ટીમોએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી ઉચ્ચ અધિકારીઓએ બાતમીના આધારે તપાસ કરવા આદેશ આપ્યો હતો આ દરમિયાનમાં કેડીલાબ્રીજ પર ઘોડાસર ચાર રસ્તા આવતા નીચેના ભાગે પુનીતનગર ક્રોસીંગ તરફ જતા રોડ પર વોચમાં ગોઠવાઈ ગયા હતા તમામ પોલીસકર્મીઓ ખાનગી ડ્રેસમાં આ વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. આ દરમિયાનમાં એક્ટિવાપર એક શખ્સ થેલો લઈને યશ બંગલો રોડ પરથી આવતા જ તથા આસોપાલ એપાર્ટમેન્ટમાં રહેતો પ્રેમચંદ તિવારી નામનો શખ્સ પુનિતનગર ક્રોસીંગ પાસેથી આવ્યો હતો
આ બંને શખ્સોને જાતા જ એસઓજીના અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતા બાતમીમાં મળેલી વિગતો તપાસતા આ શખ્સો તેજ હોવાનું જાણવા મળ્યું હતું આ બંને શખ્સો ભેગા થતા જ એસઓજીના સ્ટાફે ખૂબ જ સાવચેતી પૂર્વક બંને શખ્સોને ઘેરી લીધા હતાં આ દરમિયાનમાં આસોપાલ એપાર્ટમેન્ટમાંથી આવેલા પ્રેમચંદ્ર તિવારીને રોકી તેનું એક્ટિવા સાઈડમાં લેવડાવવામાં આવ્યું હતું
એક્ટિવાચાલકે પોતાનું નામ ધર્મેન્દ્ર રાજેશભાઈ બતાવ્યું હતું અને તે પોતે જશોદાનગર રહેતો હતો અને તે મુળ મધ્યપ્રદેશનો હોવાનું પણ કબુલ્યું હતું અને પાછળ બેઠેલા શખ્સનું નામ અમિત કાનજીભાઈ પટેલ અને તે પણ ઘોડાસર રહેતો હોવાનું કબુલ્યુ હતું આ ઉપરાંત અગાઉ આવેલા શખ્સની પુછપરછ કરતા તેણે પોતાનું નામ પ્રેમચંદ શીરોમણિ તિવારી અને તે પોતે આસોપાલવ એપાર્ટમેન્ટ જશોદાનગરમાં રહેતો હોવાનું કબુલ્યું હતું પોલીસે એક્ટિવાની તપાસ શરૂ કરી હતી એસઓજીના અધિકારીએ પંચની હાજરીમાં તપાસ કરવાનું શરૂ કરતા એક્ટિવા પર મુકેલા થેલામાંથી ટેપ મારેલા ૯ પાર્સલો મળી આવ્યા હતાં આ તમામ પાર્સલો પંચની હાજરીમાં ખોલવામાં આવતા તેની અંદર ગાંજા હોવાનું જણાયું હતું
પુછપરછ કરતા એક્ટિવા ચાલક ધર્મેન્દ્ર તથા પાછળ બેઠેલ ઈસમ અમિતે કબુલ્યુ હતું કે ગાંજાનો બીજા જથ્થો તેના ઘરે પડેલો છે આ કબુલાતથી પોલીસે તેઓના ઘરમાંથી પણ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો અને આરોપીઓને ઈસનપુર પોલીસ ચોકી લઈ જવામાં આવ્યા હતાં. અમિતના ઘરે તપાસ કરવામાં આવી હતી ત્યાંથી કેટલોક જથ્થો મળી આવ્યો હતો અમિત પટેલે નેપાળીની ચાલીમાં આ જથ્થો સંતાડેલો હતો.
અમિત પટેલના ઘરમાંથી વધુ ર૩ પાર્સલો મળી આવ્યા હતા આમ પોલીસે કુલ ૩ર પાર્સલોનો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી મળેલા તમામ પેકેટો ખોલી તપાસ શરૂ કરતા કુલ પ૮ કિલો ૯૩૦ ગ્રામનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે મોડીરાત સુધી આ અંગેની કાર્યવાહી ચાલી હતી આ જથ્થો આરોપીઓ કયાથી લાવ્યા તે અંગે પુછપરછ શરૂ કરવામાં આવી છે.