અરવલ્લીમાં જળસંચય અંતર્ગત હાથ ધરાયેલા મનરેગા કામોની સમીક્ષા બેઠક યોજાઇ
મનરેગા યોજના ગરીબ લોકોને આર્થિક ઉપાર્જનનું સાધન બન્યું છે. : -ગ્રામ વિકાસ કમિશ્નરશ્રી વિજય નહેરા
અરવલ્લી જિલ્લામાં જળસંચય હાથ ધરાયેલા નરેગા યોજના અંતર્ગત ચાલતા કામોની સમીક્ષા બેઠક જિલ્લા પંચાયતના સભાખંડમાં વિકાસ કમિશ્નરશ્રી વિજય નહેરાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. બેઠકમાં કમિશ્નરશ્રીએ અરવલ્લી જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સી દ્રારા ચાલતા વિકાસના કામોની સમીક્ષા કરી હતી જેમાં જે કામો બાકી હોય તેને સત્વરે પૂર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા હતા
આ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, મહાત્મા ગાંધી નેશનલ ડેવલોપમેન્ટ, વનીકરણનું આયોજન, આંગણવાડી બનાવવી,અને તેમાં સગવડો પૂરી પાડવી, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘન કચરાનો નિકાલ તથા તેમાંથી પ્રોસેસ કરી સુકો,લીલો કચરો અને પ્લાસ્ટીક અલગ કરવા, વ્યકિતગત શૌચાલય તથા સામુહિક શૌચાલય પૂર્ણ કરવા, મિશન મંગલ હેઠળના સખી મંડળોની સંખ્યા વધારવાની સાથે સભ્યો પણ વધારવા, સખી મંડળની સાથે સંકળાયેલ બહેનોને પશુપાલન,સિવણ, અમૂલ પાર્લર તથા ગૃહ ઉધોગ અને નર્સરી બનાવવી જેવા ધંધા સાથે સાંકળી તેમણે રોજગારી પુરી પાડવી જેનાથી જિલ્લો વિકાસથી કે રોજગારીથી વંચિત ન રહે તે માટેની યોજના બનાવવા જરૂરી સૂચનો કર્યા હતા.