Western Times News

Gujarati News

વટવામાં બાળકો પાસે ભીખ મંગાવી અને ચોરી કરાવતી મહિલા અને સુત્રધાર ઝડપાયા

ચોરીના કેસમાં પકડાયેલી બે સગીરાઓની પુછપરછમાં સમગ્ર ષડયંત્ર પકડાયું 

બાળકો પાસે ભીખ અને ચોરી કરાવવામાં આવતી હતી

 બે ફલેટમાંથી ૧૭ બાળકો દયનીય હાલતમાં મળ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં વકરતી જતી ગુનાખોરીના પગલે સક્રિય થયેલા પોલીસ અધિકારીઓ દ્વારા ગંભીર ગુનાઓમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મહિલા ગેંગ દ્વારા નાના બાળકોનો ઉપયોગ કરી ચોરી અને ભીખ માંગવાની પ્રવૃતિથી ચોંકી ઉઠેલા અધિકારીઓએ તપાસ શરૂ કરતા એક મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

બાળકોનું અપહરણ કરી ગુનાખોરીના રવાડે ચડાવાયા હોવાની આશંકા

વટવામાંથી બહાર આવેલા ચોંકાવનારા ષડયંત્રમાં મહિલા પોલીસ અધિકારીઓ ખૂબજ સાવચેતીપૂર્વક તપાસ કરી રહી છે ચોંકાવનારી બાબત એ છે કે પકડાયેલા બાળકો મહિલાઓને પોતાની માસી ગણાવી રહયા છે પરંતુ પોલીસ અધિકારીઓને આ બાબતે શંકા જઈ રહી છે આ તમામ બાળકોનું નાની ઉંમરમાં જ અપહરણ કરી લવાયા હોવાની આશંકા છે અને ત્યારબાદ તેઓની પાસે ચોરી અને ભીખ જેવી પ્રવૃતિ કરાવવામાં આવી રહી છે. જરૂર પડે બાળકોના ડીએનએ ટેસ્ટ પણ કરાવવાની તજવીજ શરૂ કરાઈ છે જેના આધારે આ બાળકો આ મહિલાઓના છે કે નહી તેની વિગતો જાણવા મળશે.

શહેરના વટવા વિસ્તારમાં થોડા સમય પહેલા ચોરીના કેસમાં પકડાયેલી સગીરાઓની પુછપરછ કરાતા તેઓએ કેટલીક ચોંકાવનારી વિગતો કબુલી હતી જેના આધારે આ સમગ્ર કેસ મહિલા ક્રાઈમ એસીપીને સોંપવામાં આવતા આ કેસની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી જેમાં ગઈકાલે વહેલી સવારે મહિલા ક્રાઈમબ્રાંચના ઉચ્ચ અધિકારીઓએ વટવા વિસ્તારમાં બે ફલેટોમાં દરોડા પાડી ચાર મહિલાઓને ઝડપી લીધી છે.

આ ફલેટમાંથી કુલ ૧૭ જેટલા બાળકો મળી આવ્યા છે આ બાળકોનો ઉપયોગ ચોરી કરાવવા અને ભીખ માંગવામાં કરવામાં આવતો હતો. ચોંકાવનારા આ ષડયંત્રમાં હજુ પણ સંખ્યાબંધ લોકો સંડોવાયેલા છે જેઓની શોધખોળ કરવામાં આવી રહી છે પકડાયેલા બાળકો કયાંથી લાવવામાં આવ્યા છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુત્રધાર વૃધ્ધાના  પુત્રો પણ આ ષડયંત્રમાં સંડોવાયેલા
હોવાની આશંકા 

શહેરના વટવા વિસ્તારમાં એક ફલેટમાંથી ૧૭ બાળકો સાથે પકડાયેલી ચાર મહિલાઓની પુછપરછ ચાલી રહી છે જેમાં મુખ્ય સુત્રધાર આનંદી નામની વૃધ્ધ મહિલાની પુછપરછ કરતા કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે જેમાં આ વૃધ્ધાને ૧ર જેટલા બાળકો હોવાનું પણ જાણવા મળી રહયું છે આ વૃધ્ધા મુખ્ય સુત્રધાર મનાઈ રહી છે અને તેના બાળકો પણ આજ ષડયંત્રમાં સંડોવાયેલા હોવાનું મનાઈ છે જેના આધારે મહિલા ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ આ વૃધ્ધાના બાળકોની પણ તપાસ શરૂ કરી છે. છેલ્લા ઘણા વર્ષોથી આ વૃધ્ધા આ ષડયંત્રમાં સામેલ થયેલી છે અને તે બાળકોના બ્રેઈનવોશ કરતી હતી.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સંડોવાયેલા અન્ય શખ્સો ઉપર વોચ ગોઠવવામાં આવી છે અને ટુંક સમયમાં જ તેઓને ઝડપી લેવામાં આવશે પકડાયેલા બાળકો પર ગેંગના સાગરિતોએ અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનું પણ જાણવા મળી રહયો છે આ સમગ્ર ષડયંત્રની મુખ્ય સુત્રધાર ૬૦ વર્ષની વૃધ્ધા હોવાનું પણ ખુલ્યુ છે. ફલેટમાંથી ખૂબજ દયનીય હાલતમાં મળી આવેલા તમામ બાળકોનું કાઉÂન્સલીંગ કર્યાં બાદ સંપૂર્ણ હકીકત બહાર આવશે હાલમાં પકડાયેલી મહિલાઓની પુછપરછ ચાલી રહી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મહિલા ગેંગનો આંતક વધી ગયો હતો ખાસ કરીને નાના બાળકોને સાથે રાખી ચોરી કરવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી હતી આ ઉપરાંત શહેરના મુખ્ય ચાર રસ્તાઓ ઉપર કેટલીક મહિલાઓ નાના બાળકોને સાથે રાખી તેઓની પાસે ભીખ મંગાવવાનું પ્રવૃતિ કરી રહી છે.

અનેક ચાર રસ્તા પર બાળકો દયનીય હાલતમાં ભીખ માંગતા જાવા મળતા હતા આ દરમિયાનમાં થોડા સમય પહેલા વટવા વિસ્તારમાં ચોરીના એક કેસમાં બે સગીરાઓની અટકાયત કરવામાં આવી હતી જેના પગલે સ્થાનિક પોલીસે આ બંને સગીરાઓની સઘન પુછપરછ કરતા કેટલીક મહત્વપૂર્ણ વિગતો જાણવા મળી હતી જેના પગલે વટવા પોલીસે અત્યંત ખાનગી રાહે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.

ઉચ્ચ અધિકારીઓએ પણ આ બંને બાળાઓની પુછપરછ કરતા તેમણે કબુલેલી ચોંકાવનારી વિગતોના આધારે એક ગંભીર ષડયંત્ર જાણવા મળ્યું હતું જેના પગલે પકડાયેલી આ બંને સગીરાઓ મહિલા ક્રાઈમબ્રાંચને સોંપવામાં આવી હતી અને મહિલા ક્રાઈમ એસીપી જાસેફને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી હતી.
મહિલા ક્રાઈમબ્રાંચ દ્વારા બંને સગીરાઓનું કાઉન્સિલર કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન સગીરાઓએ કબુલ્યુ હતું કે અમારા બે ઉપરાંત અન્ય કેટલાક બાળકો પણ છે જેઓની પાસેથી આ ટોળકીના સુત્રધારો ચોરીની પ્રવૃતિ કરાવી રહયા છે

૧૭ બાળકોમાંથી એક સગીરાએ ચોંકાવનારી બાબતો કબુલી

શહેરના વટવા વિસ્તારમાં થોડા દિવસ પહેલા ચોરીના કેસમાં પકડાયેલી બે સગીરાઓની પુછપરછ બાદ સમગ્ર ષડયંત્ર બહાર આવ્યું હતું અને આ સમગ્ર ષડયંત્રની તપાસ મહિલા ક્રાઈમબ્રાંચને સોંપવામાં આવી હતી જેના આધારે ગઈકાલે સવારે મહિલા ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ વટવા વિસ્તારના બે ફલેટોમાં દરોડા પાડયા હતાં જેમાંથી ૧૭ બાળકો મળી આવ્યા હતા પકડાયેલા આ બાળકોમાં એક સગીરાનો પણ સમાવેશ થાય છે. પકડાયેલી સગીરાએ પોલીસ અધિકારીઓ સમક્ષ કેટલીક ચોંકાવનારી હકીકતો કબુલી હતી આ સગીરા અગાઉ પકડાયેલી બંને સગીરાઓની સાથે જ હતી અને તેઓ એક બીજાના સંપર્કમાં હતી અને ત્રણેય સાથે રહીને ચોરીની ઘટનાઓને અંજામ આપતી હતી સગીરાએ કબુલ્યુ હતું કે મહિલાઓ આ બાળકો પાસે ભીખ મંગાવવા ઉપરાંત ચોરી પણ કરાવતા હતાં આમ પકડાયેલા ૧૭ બાળકોમાંથી એક સગીરાએ કબુલાતથી મહિલા ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ હવે આ કેસમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે.

આ ઉપરાંત કેટલાક બાળકો પાસે ભીખ પણ મંગાવવામાં આવી રહી છે આ કબુલાતના આધારે ચોંકી ઉઠેલા મહિલા ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી પકડાયેલી બંને સગીરાઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ટોળકીના સુત્રધારો વટવા વિસ્તારમાં ફલેટ રાખીને તેમાં બાળકોને ગોંધી રાખ્યા છે અને રોજે સવાર પડતાં જ બાળકોને લઈને તેઓ નીકળી જાય છે.

સગીરાઓએ કરેલી કબુલાત બાદ મહિલા ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ જુદી જુદી ટીમો બનાવી હતી અને તપાસ શરૂ કરી હતી છેલ્લા ૧૦ દિવસથી સગીરાએ જણાવેલા સરનામા પર વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન બે ફલેટમાંથી મહિલાઓની સાથે સાથે ૧પ થી વધુ બાળકો રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. વોચ દરમિયાન અન્ય કેટલીક વિગતો પણ બહાર આવી હતી આ બંને ફલેટોમાં ચાર જેટલી મહિલાઓ રહેતી હતી જેમાં એક વૃધ્ધાનો પણ સમાવેશ થાય છે. ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ સંપૂર્ણ વિગતો મેળવ્યા બાદ આખરે આ બંને ફલેટોમાં રેડ પાડવાનું નકકી કર્યું હતું.

ચોરી અને ભીખ માંગવાની ના પાડનાર બાળકો પર અત્યાચાર ગુજારાતો હતો : વટવા વિસ્તારમાંથી બાળકો સાથે ચાર મહિલાઓ મળી આવતા મહિલા ક્રાઈમબ્રાંચે તપાસ શરૂ કરી છે ચારેય મહિલાઓ ઉપરાંત આ ગેંગના અન્ય સાગરિતો આ બાળકો પાસે ભીખ મંગાવવા ઉપરાંત ચોરી કરાવતા હતા. નાનપણથી જ ગુનાખોરીના માર્ગે બાળકોને વાળી દેવામાં આવ્યા છે આ કામ કરવાની કેટલાક બાળકો ના પાડતાં હતા જેનાથી આ ગેંગના સુત્રધારો ઉશ્કેરાતા હતા અને તેઓ બાળકો પર અત્યાચાર ગુજારતા હતા જે બાળક ભીખ માંગવાની અને ચોરી કરવાની ના પાડે તો તેઓને માર મારવામાં આવતો હતો એટલું જ નહી પરંતુ તેઓને ખાવાનું પણ આપવામાં આવતું ન હતું. મરચાની ભુકી પણ નાંખવામાં આવતી હતી જેના પરિણામે બાળકોની હાલત ખૂબ જ દયનીય બની જતી હતી અને આખરે અમાનુષી અત્યાચારથી કંટાળી બાળકો ના છુટકે આ પ્રવૃતિમાં જાતરાતા હતાં.

ચાર બાળકોને પોતાના મા-બાપની ખબર નથી : ચાર મહિલાઓ પાસેથી મળી આવેલા ૧૭ બાળકોની તપાસ શરૂ કરવામાં આવી છે પ્રાથમિક પુછપરછમાં આ તમામ બાળકો આ મહિલાઓને પોતાની માસી ગણાવી રહયા છે ત્યારે મહિલાઓ આ બાળકો પોતાના જ હોવાનું જણાવી રહી છે આ દરમિયાનમાં ચાર બાળકો એવા છે જેઓને પોતાના મા-બાપની કશી ખબર જ નથી આ ચારેય બાળકો પોતાના મા-બાપ નહી હોવાનું જણાવી રહયા છે જેના પરિણામે પોલીસ અધિકારીઓને વધુ શંકા ગઈ છે અને આ ચારેય બાળકોનું કાઉન્સિલ શરૂ કરી દેવામાં આવનાર છે જેના આધારે સાચી હકીકત જાણવા મળશે.

અમદાવાદ શહેરમાં વકરતી જતી ગુનાખોરીના પગલે સક્રિય થયેલા પોલીસ અધિકારીઓ દ્વારા ગંભીર ગુનાઓમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી
રહી છે શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મહિલા ગેંગ દ્વારા નાના બાળકોનો ઉપયોગ કરી ચોરી અને ભીખ માંગવાની પ્રવૃતિથી ચોંકી ઉઠેલા અધિકારીઓએ તપાસ શરૂ કરતા એક મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

શહેરના વટવા વિસ્તારમાં થોડા સમય પહેલા ચોરીના કેસમાં પકડાયેલી સગીરાઓની પુછપરછ કરાતા તેઓએ કેટલીક ચોંકાવનારી વિગતો કબુલી હતી જેના આધારે આ સમગ્ર કેસ મહિલા ક્રાઈમ એસીપીને સોંપવામાં આવતા આ કેસની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી જેમાં ગઈકાલે વહેલી સવારે મહિલા ક્રાઈમબ્રાંચના ઉચ્ચ અધિકારીઓએ વટવા વિસ્તારમાં બે ફલેટોમાં દરોડા પાડી ચાર મહિલાઓને ઝડપી લીધી છે.

આ ફલેટમાંથી કુલ ૧૭ જેટલા બાળકો મળી આવ્યા છે આ બાળકોનો ઉપયોગ ચોરી કરાવવા અને ભીખ માંગવામાં કરવામાં આવતો હતો. ચોંકાવનારા આ ષડયંત્રમાં હજુ પણ સંખ્યાબંધ લોકો સંડોવાયેલા છે જેઓની શોધખોળ કરવામાં આવી રહી છે પકડાયેલા બાળકો કયાંથી લાવવામાં આવ્યા છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સંડોવાયેલા અન્ય શખ્સો ઉપર વોચ ગોઠવવામાં આવી છે અને ટુંક સમયમાં જ તેઓને ઝડપી લેવામાં આવશે પકડાયેલા બાળકો પર ગેંગના સાગરિતોએ અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનું પણ જાણવા મળી રહયો છે આ સમગ્ર ષડયંત્રની મુખ્ય સુત્રધાર ૬૦ વર્ષની વૃધ્ધા હોવાનું પણ ખુલ્યુ છે. ફલેટમાંથી ખૂબજ દયનીય હાલતમાં મળી આવેલા તમામ બાળકોનું કાઉÂન્સલીંગ કર્યાં બાદ સંપૂર્ણ હકીકત બહાર આવશે હાલમાં પકડાયેલી મહિલાઓની પુછપરછ ચાલી રહી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મહિલા ગેંગનો આંતક વધી ગયો હતો ખાસ કરીને નાના બાળકોને સાથે રાખી ચોરી કરવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી હતી આ ઉપરાંત શહેરના મુખ્ય ચાર રસ્તાઓ ઉપર કેટલીક મહિલાઓ નાના બાળકોને સાથે રાખી તેઓની પાસે ભીખ મંગાવવાનું પ્રવૃતિ કરી રહી છે.

અનેક ચાર રસ્તા પર બાળકો દયનીય હાલતમાં ભીખ માંગતા જાવા મળતા હતા આ દરમિયાનમાં થોડા સમય પહેલા વટવા વિસ્તારમાં ચોરીના એક કેસમાં બે સગીરાઓની અટકાયત કરવામાં આવી હતી જેના પગલે સ્થાનિક પોલીસે આ બંને સગીરાઓની સઘન પુછપરછ કરતા કેટલીક મહત્વપૂર્ણ વિગતો જાણવા મળી હતી જેના પગલે વટવા પોલીસે અત્યંત ખાનગી રાહે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.

ઉચ્ચ અધિકારીઓએ પણ આ બંને બાળાઓની પુછપરછ કરતા તેમણે કબુલેલી ચોંકાવનારી વિગતોના આધારે એક ગંભીર ષડયંત્ર જાણવા મળ્યું હતું જેના પગલે પકડાયેલી આ બંને સગીરાઓ મહિલા ક્રાઈમબ્રાંચને સોંપવામાં આવી હતી અને મહિલા ક્રાઈમ એસીપી જાસેફને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી હતી.

મહિલા ક્રાઈમબ્રાંચ દ્વારા બંને સગીરાઓનું કાઉન્સિલર કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન સગીરાઓએ કબુલ્યુ હતું કે અમારા બે ઉપરાંત અન્ય કેટલાક બાળકો પણ છે જેઓની પાસેથી આ ટોળકીના સુત્રધારો ચોરીની પ્રવૃતિ કરાવી રહયા છે આ ઉપરાંત કેટલાક બાળકો પાસે ભીખ પણ મંગાવવામાં આવી રહી છે

આ કબુલાતના આધારે ચોંકી ઉઠેલા મહિલા ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી પકડાયેલી બંને સગીરાઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ટોળકીના સુત્રધારો વટવા વિસ્તારમાં ફલેટ રાખીને તેમાં બાળકોને ગોંધી રાખ્યા છે અને રોજે સવાર પડતાં જ બાળકોને લઈને તેઓ નીકળી જાય છે.
સગીરાઓએ કરેલી કબુલાત બાદ મહિલા ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ જુદી જુદી ટીમો બનાવી હતી અને તપાસ શરૂ કરી હતી છેલ્લા ૧૦ દિવસથી સગીરાએ જણાવેલા સરનામા પર વોચ ગોઠવવામાં આવી હતી.

વોચ દરમિયાન બે ફલેટમાંથી મહિલાઓની સાથે સાથે ૧પ થી વધુ બાળકો રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. વોચ દરમિયાન અન્ય કેટલીક વિગતો પણ બહાર આવી હતી આ બંને ફલેટોમાં ચાર જેટલી મહિલાઓ રહેતી હતી જેમાં એક વૃધ્ધાનો પણ સમાવેશ થાય છે. ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ સંપૂર્ણ વિગતો મેળવ્યા બાદ આખરે આ બંને ફલેટોમાં રેડ પાડવાનું નકકી કર્યું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.