બાલાસિનોર દારૂલ ઉલુમ અંજુમને દરિયાઈના બાઉન્ટ્રીનુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ

મહીસાગર જિલ્લા ના નવાબી નગર બાલાસિનોર ખાતે આજ રોજ વોર્ડ નં- ૧, કાલુપુર પાંણીની ટાંકી પાછળ, દારૂલ ઉલુમ અંજુમને દરિયાઈમાં શ્રી પઠાણ ઈરફાન ખાન(નગર પાલીકા)ની ગ્રાન્ટ માંથી દારૂલ ઉલુમ અંજુમને દરિયાઈના કોટ (બાવન્ટ્રી)નુ ખાત મુહૂર્ત શ્રી મુફ્તી જુનૈદ મીસ્બાહી સાહબ તથા માજી પાલીકા પ્રમુખ અને વોર્ડ નં-૧ નાં કાઉન્સીલર શ્રી પઠાણ ઈરફાન ખાન નાં વરદ હસ્તે કરવામાં આવ્યું.
જેેમાં નગરપાલીકા કાઉન્સીલર અને માજી પ્રમુખ શ્રી પઠાણ ઈરફાન ખાન તથા કોન્ટ્રાક્ટર શ્રી નીતીનભાઈ શાહ તથા બુધાભાઈ ઉપરાંત દારૂલઉલુમ અંજુમને દરિયાઈનાં મુખ્ય આલીમ શ્રી મુફ્તી જુનૈદ મીસ્બાહી સાહબ, દારૂલ ઉલુમ અંજુમને દરિયાઈનાં પ્રમુખ શ્રી પઠાણ સમીઉલ્લાહ ખાન, દારૂલ ઉલુમ અંજુમને દરિયાઈનાં ઉપપ્રમુખ શ્રી સૈયદ મેહબુબઅલી તલાટી તથા તમામ કમિટી મેમ્બર શ્રી સૈયદ ઝુલ્ફીકારઅલી (લાલુ સૈયદ), શ્રી પઠાણ ઐયુબખાન (નવરંગ ટેલર), શ્રી પિરજાદા મનસુરમીયાં (નાયબ મામલતદાર), શ્રી સૈયદ જાહીદ અલી (ભંગારવાળા), શ્રી મલેક હમીદમીયાં (પાનવાળા), શ્રી પઠાણ મહંમદખાન, શ્રી મિરઝા મકસુદબેગ તથા શ્રી મિરઝા સઈદબેગ હાજર રહ્યા હતા.