અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ વધતા યુવાનો દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરાયુ
સાકરીયા: દેશભરમાં અને રાજ્યમાં કોરોના કહેર મચાવી રહ્યો છે ત્યારે હવે અરવલ્લી જિલ્લામાં અને મોડાસા સહિત જિલ્લામાં દિન પ્રતિદિન વધતા જતા કોરોનાના પોઝિટિવ કેસોએ માઝા મૂકી છે ત્યારે હવે સ્વયંભૂ જાગૃતિ લાવવા માટે આજરોજ મોડાસામાં યુવાનો દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે. છેલ્લા કેટલાક દિવસથી વહીવટીતંત્ર અને લોકો દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવા છતાં પણ વધતા જતા કોરાના કેસોથી શહેરીજનો અને મોડાસામાં આવતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી રહ્યો છે ત્યારે આ કપરા સમયમાં મોડાસા જાયન્ટ્સ . સ્વદેશી જાગરણ મંચના સંયોજક નિલેશ જોષી,મંડળના સુરેન્દ્રભ શાહ ,ભાજપના તાલુકા પ્રમુખ ભીખુસિંહ હિંમતસિંહ પરમાર,મહામંત્રી રમેશભાઈ પટેલ ,મુકુન્દ શાહ તારીક બાંડી,અમિત કવિ. વગેરે જુદા જુદા સમાજ્ના યુવાનો સાથે મળી નાના બેનર બનાવી વેપારીઓ નાના ગામોમાં થી આવતા લોકોને અને શહેરીજનોને મોડાસાનું માર્કેટ સવારે સાત થી 2:00 વાગ્યા સુધી ખુલ્લું રાખવા વિનંતી કરવામાં આવી હતી