પ્રાંતિજ ખાતે વિજ ડીપી નાખવાને લઈને રહીશોએ વિરોધ દશાવ્યો
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સોનીવાડા નાકા ખાતે વિજડીપી નાંખવાને લઈ ને રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રાંતિજ ખાતે છેલ્લા ચાર વર્ષથી પ્રાંતિજ બજારચોક વિસ્તાર ના રહીશો દ્વારા વિજકંપની મા વોલ્ટેજવધધટ ને લઈને અવર-નવર કપલને કરવામાં કરવામાં આવતાં વિજકંપની દ્રારા તેમની કપલને ને ધ્યાને લઈને આજે સવારે પ્રાંતિજ બજારચોક વિસ્તાર માં આવેલ સોનીવાડા નાકા ખાતે વિજકંપની દ્રારા રહીશોની અવરનવર માગણીઓને ધ્યાને લઈને વિજકંપની એન્જીનીયર શૈલેષભાઇ યાદવ તેમની ટીમ સાથે વિજડીપી નાંખવા માટે ગયાં હતાં
ત્યારે સોનીવાડા વિસ્તાર ના રહીશોએ વિજડીપી નાંખવાને લઈ ને વિરોધ કર્યો હતો અને ગામમાં કેટલીય જગ્યાઓ છે ત્યા નાંખો અમારે ડીપી ની જરૂર નથી અને અમારે અહીં વોલ્ટેજ ની પણ કોઇ સમસ્યા નથી જેને હોય તે ના ત્યાં નખાવે ત્યારે પ્રાંતિજ વિજકંપની ના અધિકારી દ્વારા હાલતો સોનીવાડા નાકા ના રહિશોનો વિરોધ જોઇને પરત ફર્યા હતાં
ત્યારે એકબાજુએ બજાર વિસ્તાર માં આવેલ ગુજ્જર ની પોળ , દેસાઈ ની પોળ , પડ્યા પોળ સહિત બજાર વિસ્તાર માં વિજ વોલ્ટેજ વધઘટ નો પક્ષ છે જેને લઈને વિજકંપની ના અધિકારી દ્વારા ધ્યાને લેતા બીજી તરફ વિજ ડીપી નાખવાને લઈ ને સોનીવાડા વિસ્તાર ના રહીશો દ્વારા વિરોધ કર્યો છે ત્યારે હાલતો વિજ કંપની માટે તો બે બાજુ હાલ સૂડી વચ્ચે સોપારી જેવો ધાટ ધડાયો છે ત્યારે હાલ તો સોનીવાડા નાકા ના રહીશો પણ તેમની જગ્યા ઉપર ડીપી કોઇપણ સંજોગોમાં નહી નાખવા દે તે જીદ લઇને બેઠા છે ત્યારે હાલ વિજ ડીપી માટે જગ્યા ના મળતાં આ વિસ્તાર ના રહીશોને હજુ વિજ વોલ્ટેજ ને લઇને પરેશાન થયું પડશે તેમ કહીએ તો નવાઈ નહી.