રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સોમવારે રાત્રે જગન્નાથજીની મુખ્યમંત્રીએ દર્શન- આરતી કર્યા
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તેમના ધર્મપત્નિ શ્રીમતી અંજલીબેન સાથે પ્રતિ વર્ષ અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સોમવારે રાત્રે જગન્નાથજીની શ્રધ્ધાપૂર્વક દર્શન- આરતી કર્યા હતા.
આ વેળાએ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર શ્રીમતિ બિજલબેન પટેલ, કલેક્ટર શ્રી કે. કે. નિરાલા, મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તેમજ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ જ્હા પણ મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા હતા.