શંકરસિંહ વાઘેલાએ NCPમાંથી રાજીનામું ધરી દીધું
અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી બાદ તુરંત એનસીપીમાંથી શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. શંકરસિંહે એનસીપીઁના જનરલ સેક્રેટરીના પદેથી પણ રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે, એનસીપીમાં શંકરસિંહનું પદ ઘટતા અને એનસીપીના ધારાસભ્યએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મત આપતા શંકરસિંહે રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
શંકરસિંહ વાઘેલાએ એનસીપીના જનરલ સેક્રેટરીના પદેથી રાજીનામું આપ્યુ હોવાની માહિતી તેમણે ટિ્વટ કરી આપી છે. શંકરસિંહે પાર્ટીના સભ્ય પદેથી પણ રાજીનામુ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે શંકરસિંહે એનસીપી પાર્ટીના સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે ત્યારે ચર્ચા હવે એ થવા લાગી છે કે તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને રાજકીય જીવનદાન મળ્યું છે. તેના પાછળનો એ તર્ક જાણવા મળી રહ્યો છે કે અગાઉ શંકરસિંહે એનસીપીમાં જોડાયા હતા ત્યારે મહેન્દ્રસિંહને ભાજપમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. આવામાં હવે જ્યારે એનસીપીમાંથી બાપુએ રાજીનામું ધરી દીધું છે ત્યારે ભાજપમાં મહેન્દ્રસિંહની વાપસી થઈ શકે છે.