૧જુલાઈ થી ATMમાંથી રોકડ ઊપાડવા ચાર્જ ચૂકવવો પડશે
નવી દિલ્હી: લોકડાઉન અને કોરોનાને લીધે પહેલાથી જ નાણાકીય દબાણનો સામનો કરી રહેલા લોકો માટે, આ સમાચાર આંચકાથી ઓછા નથી. ૧ જુલાઈથી એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જેનાથી તમારા ખિસ્સા પરનો ભાર વધશે.
એટીએમ કેસ ઉપાડ તમારા માટે ૧ જુલાઈથી મોંઘા થશે. હા, કોરોના સંકટની વચ્ચે નાણાં મંત્રાલયે એટીએમમાંથી રોકડ ઉપાડવા માટેના તમામ વ્યવહાર ચાર્જ પાછા ખેંચી લીધા હતા. એટીએમ ટ્રાન્ઝેક્શન ફી ત્રણ મહિના માટે સરકારે કોરોના સંકટ વચ્ચે લોકોને મોટી રાહત આપી હતી.
આ છૂટ ફક્ત ત્રણ મહિના માટે આપવામાં આવી હતી, જે ૩૦ જૂન ૨૦૨૦ ના રોજ સમાપ્ત થવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન વચ્ચે નાણામંત્રીએ ત્રણ મહિના માટે એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ રદ કર્યો હતો. એટલે કે, આ દરમિયાન, તમે જેટલી વખત એટીએમમાંથી રોકડ ઉપાડવા માગો, તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નહતો, પરંતુ આ છૂટ ૩૦ જૂને પૂર્ણ થવાની છે. આ નિયમમાં ફેરફાર ફક્ત ત્રણ મહિના માટે કરવામાં આવ્યો હતો, તેની સમાપ્તિ ૩૦ જૂને થઈ રહી છે. આ છૂટ સરકાર દ્વારા ફક્ત એપ્રિલ, મે અને જૂન મહિના માટે આપવામાં આવી હતી.
હવે આ તારીખનો અંત આવી રહ્યો છે. એટલે કે, ૧ જુલાઈથી ફરી એકવાર તમારે એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. નાણાં પ્રધાને કહ્યું કે સરકારે એટીએમની ટ્રાંઝેક્શન ફી પાછી લેવાનો નિર્ણય લીધો છે જેથી લોકોને પૈસા ઉપાડવા બેંકમાં જવું ન પડે. એટીએમ ટ્રાંઝેક્શન ગાઇડલાઇન્સ મુજબ ટ્રાન્ઝેક્શન બાદ ચાર્જ વસૂલવામાં આવશે, જુના નિયમો એક જુલાઈથી ફરી અમલમાં આવશે, જે મુજબ જો તમે કોઈ અન્ય બેંકમાંથી મહિનામાં પાંચ વખતથી વધુ રોકડ ટ્રાંઝેક્શન કરો છો, તો તમારે ટ્રાંઝેક્શન ફી ચૂકવવી પડશે એટલે કે, ૧ જુલાઈ, ૨૦૨૦ થી, બેંક ગ્રાહકોને મહિનામાં ફક્ત ૫ વાર તેમના એટીએમમાંથી પૈસા ઉપાડવાની છૂટ આપશે. આ પછી, તમારે કેસ ઉપાડવા માટે બેંકો દ્વારા નક્કી કરવામાં આવ્યા છે તે ચાર્જ ચૂકવવો પડશે. બેંકોએ એટીએમ મશીનમાંથી રોકડ ઉપાડવા માટે નિયમો નક્કી કર્યા છે.