Western Times News

Gujarati News

ગ્રામીણ પશુપાલકો માટે પશુ મોબાઈલ દવાખાનાનો પ્રારંભ

અમદાવાદ: હવે ગ્રામીણ પશુપાલકોને ટોલ ફ્રી નંબર ૧૯૬ર સેવાથી ૩૬પ દિવસ સવારે ૭ થી સાંજે ૭ ઘરે બેઠા નિઃશુલ્ક પશુ સારવાર ઉપલબ્ધ કરાશે. દેશમાં ગુજરાતમાં પ્રથમ વખત આવી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૦૮ મોબાઈલ પશુ દવાખાનાને પ્રસ્થાન કરાવી નવી યોજનાનો આરંભ કરાવ્યો હતો.

ગાંધીનગર ખાતે સીએમ રૂપાણીએ ૧૦ ગામ દીઠ એક મોબાઈલ પ્રમાણે પ્રારંભિક ૧૦૮ મોબાઈલ પશુ દવાખાનાને પ્રસ્થાન કરાવતા જણાવ્યુ હતુ કે ૧૦૮ના આંકને શુભ માનવમાં આવે છે આજે ૧૦૮ હરતા ફરતા દવાખાનાઓ પશુઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ ૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજના જીવીકે ઈએમઆરઆઈ દ્વારા પીપીપી મોડમાં કાર્યરત કરી છે.

આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં આવા ૪૬૦ જેટલા મોબાઈલ પશુ દવાખાના કાર્યરત કરીને ૪૬૦૦થી વધુ ગામોના પશુપાલકોને તેમના પશુઓની ઘેરબેઠા આરોગ્ય સંભાળ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. માનવ આરોગ્યની ત્વરીત સારવાર માટે જેમ ૧૦૮ ની સેવાઓ હાલ કાર્યરત છે એવી જ રીતે ૧૯૬ર ટોલ ફ્રી નંબર ડાયર કરવાથી વિના મૂલ્યે પશુઓ માટે સારવાર મળશે.

પશુલપાલન મંત્રી કુંવરજી બાવળીયાઅએ જણાવ્ય્‌ુ હતુ કે આ યોજનાના તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી મુખ્યમંત્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ થઈ શકશે. એ સાથ સાથે કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે. ગુજરાત આવી સેવા આપનારૂ દેશનું પ્રથમ રાજ્ય બન્યુ હોવાનું પણ તેમણે જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.