Western Times News

Gujarati News

પિરામલ ફાર્મા સોલ્યુશન્સે પેન્સિલ્વેનિયામાં ઓરલ ડોઝેજ ડ્રગ પ્રોડક્ટ સુવિધાનું એક્વિઝિશન કરવાની જાહેરાત કરી

  • ઉત્તર અમેરિકામાં કંપનીની સોલિડ ઓરલ ડોઝેજ ફોર્મ્સ, લિક્વિડ્સ, ક્રીમ્સ અને ઓઇન્ટમેન્ટ્સનું ઉત્પાદન અને પેકેજિંગ કરવાની, પ્રોસેસ ડેવલપમેન્ટની ક્ષમતા વધશે
  • આ એક્વિઝઇશન PPSને સોલિડ ઓરલ ડોઝ ક્ષમતાઓનાં ત્રણ ઘટકોને મજબૂત કરશે; ઉત્તર અમેરિકામાં સંભવિત ફોર્મ્યુલેશન્સના સંચાલનમાં ક્ષમતા વધશે
  • ઓફર થતી ઇન્ટિગ્રેટેડ સર્વિસીસમાં વધારો થશે

 મુંબઈ, અગ્રણી કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (CDMO) તથા પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (PEL)ના પિરામલ સોલ્યુશન્સ બિઝનેસએ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ પેન્સિલ્વેનિયાના સેલર્સવિલેમાં સ્થિત G&W લેબોરેટરીઝની સોલિડ ઓરલ ડોઝેજ ડ્રગ પ્રોડક્ટ ઉત્પાદનની સુવિધાને એક્વાયર કરવા માટે સમજૂતી કરી છે. આ ટ્રાન્ઝેક્શન પૂર્ણ થવાની પ્રક્રિયા નિયમ મુજબ પ્રી-ક્લોઝિંગ શરતોને આધિન છે. આ સમજૂતીની શરતો મુજબ, પોતાની સંલગ્ન કંપનીઓમાંની એક કંપની દ્વારા PEL કંપનીમાં 100 ટકા હિસ્સો એક્વાયર કરશે, જે આ ઉત્પાદન સુવિધાનું સંચાલન કરે છે અને એની સાથે સંબંધિત રિયલ એસ્ટેટની માલિકી ધરાવે છે.

 આ એક્વિઝિશન ઉત્તમ અમેરિકામાં પિરામલ ફાર્મા સોલ્યુશન્સ (PPS)ના પોર્ટફોલિયોમાં સોલિડ ઓરલ ડોઝેજ ફોર્મ ક્ષમતા (ટેબ્લેટ અને કેપ્સૂલ)નો ઉમેરો કરીને એને વધારે મજબૂત કરશે. અત્યાર સુધી PPS સોલિડ ઓરલ ડોઝેજ ફોર્મ્સમાં બ્રિટન અને ભારતમાં ઉત્પાદન સુવિધાઓ ધરાવતી હતી. સેલર્સવિલે સાઇટ લિક્વિડ, ક્રીમ અને ઓઇન્ટમેન્ટનું ઉત્પાદન પણ કરી શકે છે, જેનાથી PPSના પોર્ટફોલિયોનું વિસ્તરણ થશે, જેમાં તાત્કાલિક રીલિઝ, સંશોધિત રીલિઝ, ચાવી શકાય એવી અને જીભ મૂકી શકાય એવી સોલિડ ઓરલ ડોઝેજ દવાઓ, પ્રવાહીમાં સોલ્યુશનો અને સસ્પેન્શન્સ સામેલ છે. સાઇટને FDA અને EMA પાસેથી સર્ટિફિકેશન મળ્યાં છે.

 પિરામલ ફાર્મા સોલ્યુશન્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પીટર ડી યંગે કહ્યું હતું કે, અમારા ઘણા ગ્રાહકો તેમના પોર્ટફોલિયોનું વિસ્તરણ કરવા અને એને સપોર્ટ કરવા અમેરિકાના ઉત્પાદક પાર્ટનર્સો શોધી રહ્યાં છે. આ એક્વિઝિશન તેમની સાથે શ્રેષ્ઠ દવા ઉત્પાદનો પર પાર્ટનરશિપ કરવા અમારી ક્ષમતાને વધારશે. આ સમજૂતીથી અમે અમેરિકામાં સોલિડ ઓરલ ડોઝેજ ક્ષમતા ઉમેરીને અમારી બજારમાં અગ્રણી ઇન્ટિગ્રેટેડ સેવાઓ વધારીશું. હવે અમે અમારા મુખ્ય કાર્યક્ષેત્રોમાં સોલિડ ઓરલ ડ્રગ પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને એનું વાણિજ્યિક ઉત્પાદનો ઓફર કરીશું, જેનાથી ગ્રાહકોની અગાઉ પૂર્ણ ન થયેલી જરૂરિયાતોનું સમાધાન થશે અને દર્દીઓ પર રોગનું ભારણ ઘટાડવા ગ્રાહકો સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવાની અમારી ક્ષણતામાં વધારો થશે.

 સેલર્સવિલે સાઇટ 31.5 એકર વિસ્તારમાં પથરાયેલી છે, જેમાં 221,000 ચોરસ ફીટ વિસ્તારમાં ઉત્પાદનની સુવિધા છે અને તેમાં 195,000 ચોરસ ફીટ GMP એરિયા છે. આ સાઇટ સોલિડ ઓરલ ડોઝેજ ફોર્મ્સ, લિક્વિડ્સ, ક્રીમ્સ અને ઓઇન્ટમેન્ટ્સ માટે ઉત્પાદન અને પેકેજિંગ; ક્યુસી (ક્વોલિટી કન્ટ્રોલ) અને માઇક્રોબાયોલોજી લેબ્સ; અદ્યતન પર્ફોર્મ્યુલેશન તથા સંશોધન અને વિકાસ માટે પાયલોટ પ્રયોગશાળા સાથે એનાલીટિકલ ડેવલપમેન્ટ; તેમજ તાપમાનથી નિયંત્રિત વેરહાઉસ જેવી સુવિધાઓ ધરાવે છે.

અત્યારે સાઇટ પોટેન્ટ સોલિડ ઓરલ ડોઝેજ ફોર્મ્સના ઉત્પાદનને ટેકો આપવા જરૂરી નિયંત્રણો ધરાવે છે. PPSનો આશય સાઇટ પર ઊંચી ક્ષમતા ધરાવતી દવાનું ઉત્પાદન કરવાની ક્ષમતા પૂરી પાડવાનો, કંપનીની ઊંચી ક્ષમતા ધરાવતા સંયોજનોના ઉત્પાદનમાં વૈશ્વિક ક્ષમતા પૂરી પાડવાનો છે. આ સાઇટ અતિ જાણકાર અને બહોળો અનુભવ ધરાવતા 100 કર્મચારીઓ ધરાવે છે, જેઓ સાઇટ પર સરેરાશ 19 વર્ષથી કાર્યરત છે. PPSને વિકાસલક્ષી સેવાઓને ટેકો આપવા તેમજ કોવિડ-19ના વ્યવસ્થાપનમાં દવા વિકસાવવાની તકોને વધુ વેગ મળશે એવી અપેક્ષા છે.

 PPSની સેવામાં વધારો કંપનીની દર્દીકેન્દ્રિત અભિગમ ફિલોસોફીને સીધો સપોર્ટ કરે છે. દર્દીઓની જરૂરિયાતની સમજણ અને એ જરૂરિયાતો પૂર્ણ કરવા પ્રતિબદ્ધ કંપનીનું નિર્માણ એ દર્દીકેન્દ્રિત અભિગમનો પાયો છે. દર્દીઓને સૌથી વધુ મહત્ત્વ આપીને PPSએ એના ગ્રાહકોને સામાન્ય લક્ષ્યાંક ધરાવતા સારા પાર્ટનર્સ બનાવીને એના મિશન સાથે સુસંગતતા સ્થાપિત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.