યોગ દિવસે Amway ઇન્ડિયાએ વેલનેસ ફેસ્ટિવલથી ગ્રાહકોને એકસાથે જોડ્યા
- આયુષ મંત્રાલય, આંતરરાષ્ટ્રીય નેચરોપથી ઓર્ગેનાઇઝેશન અને ઇટ રાઇટ ફાઉન્ડેશન એન્ડ સ્કૂલના સહયોગથીયોજાયો
- સર્વાંગી સુખાકારી – મન, શરીર અને આત્માને ધ્યાનમાંરાખીને
નવી દિલ્હી, 21 જૂન 2020:દેશ હંમેશા ઘરમાં જ રહીને કોવિડ-19 મહામારી સામે સતત લડત આપી રહ્યો છે ત્યારે, ભારતની અગ્રણી ડાયરેક્ટ વેચાણ કરતી FMCG કંપનીઓમાંથી પૈકીની એક, એમવે ઇન્ડિયાએ વિશેષ ડિજિટલ હેલ્થ અને વેલનેસ ફેસ્ટિવલ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી છે. આ વર્ષની થીમ‘યોગ એટ હોમ એન્ડ યોગ વિથ ફેમીલી’ને અનુસરીને, એમવે ઇન્ડિયાએ શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વેલનેસ પરપોતાની રીતે અનોખો બે દિવસીય ડિજિટલ કાર્યક્રમ પ્રસ્તૂત કર્યો છે. આ કાર્યક્રમની પરિકલ્પનાકેન્દ્ર અને રેડ કાર્પેટ એન્ટરપ્રાઇઝ દ્વારા આયુષ મંત્રાલય, આંતરરાષ્ટ્રીય નેચરોપથી ઓર્ગેનાઇઝેશન અને ઇટ રાઇટ ફાઉન્ડેશન એન્ડ સ્કૂલના સહયોગથી કરવામાં આવી છે.
આ બે દિવસીય ઐતિહાસિક ઉજવણી ખ્યાતનામ યોગગુરુ, હસ્તીઓ, આરોગ્ય નિષ્ણાતો અને નીતિ ઘડનારાઓને એક જ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર સાથે લાવીને કરવામાં આવી રહી છે. આ વર્ચ્યુઅલ ઇવેન્ટનેવિવેક ઓબોરેય અને ઇશા કોપિકર જેવી બોલિવૂડની હસ્તીઓ;ડૉ. ડેવિડ ફ્રાવ્લે, પુંડ્રીક ગોસ્વામી સહિત અન્ય આધ્યાત્મિક વક્તાઓ;FASSIના CEO શ્રી પવન અગ્રવાલ;મારિકોના રેગ્યુલેટરી હેડ શ્રી પ્રબોધ હલ્દે;INOના પ્રમુખ શ્રી અનંત બિરાદર સહિત અન્ય ઘણા અગ્રણીઓને પસંદ પડી છે. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સપ્તાહના અંત દરમિયાન આરોગ્ય અને સ્વસ્થતા ઉત્સાહીઓએ લાઇવ ટ્યુન ઇન કરી દ્વારા પ્રચંડ પ્રતિસાદનો સાક્ષી બન્યો હતો.
આ પહેલ અંગે ટિપ્પણી કરતા એમવે ઇન્ડિયાના CEO અંશુ બુધરાજાએ જણાવ્યું હતું કે,“આજે આખી દુનિયા સૌથી મોટા આરોગ્ય અને સુખાકારી પડકારોમાંથી એક પડકારનો સામનો કરી રહી છે. એમવે ખાતે, અમે પ્રબળપણે માનીએ છીએ કે, સ્માર્ટ હેલ્થકેર માનવજીવનને અજોડ મૂલ્ય આપે છે. પ્રધાનમંત્રી મોદી ભારપૂર્વક જણાવી રહ્યા છે તેમ યોગ એ તંદુરસ્તી અને વેલનેસ બંનેનું માધ્યમ છે અને આરોગ્ય તેમજ વેલનેસ માટે સાર્વત્રિક મહેચ્છાનું પ્રતીક છે, આથી આજે આરોગ્યપ્રદ જીવન માટે તે વધુ સાંદર્ભિક બને છે. સદીઓથી, ભારતીય પરંપરાગત હર્બ્સ તેના ફિઝિયોલોજિક લાભો માટે ઓળખાય છે. આથી, ભારતીય ગ્રાહકો પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા વધુ મજબૂત કરતા, નવી ન્યુટ્રીલાઇટ ટ્રેડિશનલ હર્બ્સની રેન્જ રજૂ કરવામાં આવી છે જેમાં ન્યુટ્રીલાઇટ તુલસી, ન્યુટ્રીલાઇટબ્રાહ્મી; ન્યુટ્રીલાઇટ અશ્વગંધા;ન્યુટ્રીલાઇટ મુલેથી અને સુરસા; ન્યુટ્રીલાઇટ આમલકી, વિભિતકી અને હરિતકી;ન્યુટ્રીલાઇટ મધુનશીની, શુન્તી અને ત્વાક સામેલછે. તે અનુક્રમે રોગ પ્રતિકારકતા, માનિસક ક્ષમતા, પાચન, શારીરિક જોશ, ગ્લુકોઝ અને શ્વાસોચ્છ્વાસના આરોગ્યને સપોર્ટ કરે છે. આ રેન્જ કુદરતના શ્રેષ્ઠ તત્વો લાવે છે, શ્રેષ્ઠ વિજ્ઞાન લાવે છે અને શ્રેષ્ઠ ભારતીય પરંપરાગત જ્ઞાન સાથે લાવે છે જેથી હર્બ્સની શુદ્ધતા, સલામતી અને શક્તિનું નિશ્ચિત સ્તર પ્રાપ્ત થાય છે.”
વધુમાં, આ પહેલ અંગે ટિપ્પણી કરતાએમવે ઇન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર અજય ખન્નાએ જણાવ્યું હતું કે, “આજે, આરોગ્ય અને સુખાકારીને બીજી કોઇપણ બાબત કરતા વધુ મહત્વ આપવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, અમે ન્યૂટ્રીશન અને ફિટનેસના નિષ્ણાતો સાથે મળીને એમવે એક્સક્લુઝિવ સેશન તૈયાર કર્યો છે, જે લૉકડાઉનના સમયમાંઆપણે કેવી રીતે બહેતર રહી શકીએ, તંદુરસ્ત જીવન જીવી શકીએ તેના પર ચર્ચા કરવા માટે છે.અમારા ઓર્ગનાઇઝેશન માટે મને ગૌરવ છે, જ્યાં લોકોને બહેતર રીતે, તંદુરસ્તી સાથે જીવવા માટે મદદ કરવી એ 60 વર્ષ કરતા વધુ સમયથી કંપનીનોમૂળભૂત ઉદ્દેશ્ય છે. મને આશા છે અને અને હું માનું છુ કે, આ ડિજિટલ પહેલથી વધુ લોકોને પ્રેરણા મળશે અને તેઓ ઘરે રહીને હેલ્થી પ્રેક્ટિસ અપનાવશે.”
વર્તમાન વૈશ્વિક આરોગ્ય કટોકટીના કારણે લોકો સંતુલિત અને તંદુરસ્ત જીવનશૈલી તરફ ખસી રહ્યા છે કારણ કે ગ્રાહકો શ્રેષ્ઠ ન્યુટ્રીશન અને મજબૂત રોગ પ્રતિકારકતા ઇચ્છે છે જેને નિયમિત કસરતની સાથે સાથેગુણવત્તાપૂર્ણ ડાયેટરી સપ્લીમેન્ટ્સ, ઇમ્યુનિટિ સપોર્ટિંગ ઉત્પાદનોથીસપોર્ટ કરી શકાય છે.લોકોને બહેતર જીવવા, આરોગ્યપ્રદ જીવવામાં મદદ કરવાના એમવે ઇન્ડિયાના મૂળ ઉદ્દેશ્યનું દૃશ્ટાંત આપતા, આ ઇવેન્ટમાં સર્વાંગી વેલનેસની સાથે સાથે નેચરોપથી, આયુર્વેદ, રોગ પ્રતિકારકતા અને વૈકલ્પિક દવાઓ પર પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. તંદુરસ્ત રહેવા માટે સરળ છતાં અસરકારક પગલાં પર પ્રકાશ પાડતા, આ સેશનમાં સલામત યોગ અને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે મદદરૂપ ડાયેટ પ્રેક્ટિસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખ્યાતનામ હસ્તીઓ તંદુરસ્ત રહેવા માટે તેમની દિનચર્યા અંગે ચર્ચા કરતા જોવા મળ્યા હતા તેમજ માનસિક રાહત માટે મેડિટેશન પર માર્ગદર્શનના સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
એમવે ન્યુટ્રીલાઇટ દુનિયાની નંબર 1*સેલિંગ વિટામિન અને ડાયેટરી સપ્લીમેન્ટ્સ બ્રાન્ડ છે જે સપ્લીમેન્ટેશન માટે પ્લાન્ટ આધારિત અભિગમનો 80 વર્ષથી વધુ સમયનો મજબૂત વારસો ધરાવે છે. પરંપરાગત ભારતીય જ્ઞાન અને કુદરતના શ્રેષ્ઠ તત્વો તેમજ વિજ્ઞાનના શ્રેષ્ઠ અનુભવનો ઉપયોગ કરીને, એમવેએ ભારતીય ગ્રાહકોની પોષણની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીનેન્યુટ્રીલાઇટ ટ્રેડિશનલ હર્બ્સ રેન્જ લોન્ચ કરી છે. શ્રેષ્ઠ ભારતીય ઓર્ગેનિક પ્રમાણિત હર્બલ ઘટકોમાંથી બનેલી આ રેન્જ, પ્રતિકારકતા, માનસિક ક્ષમતા, પાચન, શારીરિક જોશ, ગ્લુકોઝ અને શ્વસનતંત્રના સ્વાસ્થ્યને સપોર્ટ કરે છે.
આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ગ્રાહકો માટે વધુ રસપ્રદ અને આનંદદાયક બનાવવા માટે, એમવેએ ન્યુટ્રીલાઇટ યોગ ચેલેન્જ#YogaWithNutrilite પ્રસ્તૂત કરી છે. એક સમય હતો જ્યારે ડાયરેક્ટ સેલર્સ અને ગ્રાહકોને તેમની મજબૂતી અને ફ્લેક્સિબલિટી બતાવવા પડતા હતા. અમે 1,500ડાયરેક્ટ સેલર્સ અને ગ્રાહકોની સહભાગીતાના સાક્ષી બન્યા હતાં, જ્યાં તેમણે 10 સેકન્ડના યોગ આસન કરીને તેમના વીડિયો શેર કર્યા છે. ભાગ્યશાળી વિજેતાઓને રોમાંચક ન્યુટ્રીલાઇટ પ્રોડક્ટ્સ જીતવાની તક મળી હતી.