PMcares ફંડમાંથી રૂ. ૨૦૦૦ કરોડ વેન્ટિલેટર માટે ફાળવાયા

નવીદિલ્હી: પીએમ કેર ફંડ ટ્રસ્ટમાંથી રૂ. ૨૦૦૦ કરોડ રૂ.ની ફાળવણી વેન્ટિલેટર માટે કરવામાં આવી છે. જેમાંથી ૫૦૦૦૦ જેટલા ‘મેડ ઈન ઈન્ડિયા’ વેન્ટિલેર માટે આ રકમ ફાળવવામાં આવી છે. જે સરકાર દ્વારા કોવિડ-૧૯ની સ્પેશિયલ હોસ્પિટલોને આપવામાં આવશે. રૂ. ૧૦૦૦ કરોડ શ્રમિકોના સ્થળાંતર માટે વાપરવામાં આવશે. ત્યારે ગુજરાત માટે કેટલા ફાળવવામાં આવ્યા છે તે જાણવું જરૂરી છે. પીએમઓ દ્વારા જાહેરતા કરવામાં આવી છે કે આ વેન્ટિલેટરમાંથી ૩૦ હજારનું નિર્માણ ભારત ઇલેક્ટ્રોનિક્સ દ્વારા કરવામાં આવશે.
જ્યારે બાકીના ૨૦ હજાર વેન્ટિલેટર અગ્વા હેલ્થકેર, એએમટીઝેડ બેઝિક સહિતની અન્ય સ્થાનિક કંપનીઓ બનાવશે.આ ૫૦૦૦૦થી ૨૯૨૩ વેન્ટિલેટર અત્યાર સુધી બન્યા છે, જેમાંથી ૧૩૪૦ રાજ્યોને આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રને ૨૭૫, દિલ્હીને ૨૭૫, ગુજરાતને ૧૭૫, બિહારને ૧૦૦, કર્ણાટકને ૯૦ અને રાજસ્થાનને જુનના અંત સુધીમાં રાજ્યોને ૧૪ હજાર વેન્ટિલેટર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટી સહિત વિપક્ષ વતી પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, પીએમ કેરેસ વિશે. વિપક્ષ તેની સંપૂર્ણ માહિતી જાહેર કરવા માંગ કરી રહ્યું છે, જ્યારે તે ગરીબોને પૈસા આપવાની વાત કરે છે.