ભારત-ચીનને બીજા દેશની મદદની જરૂર નથી; બન્ને દેશ મુદ્દાને ઉકેલી લેશે : રશિયા

નવીદિલ્હી: રશિયા, ભારત અને ચીનના વિદેશ મંત્રી વચ્ચે આજે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. તેમા ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે આંતરરાષ્ટ્રીય નિયમોના પાલનનો મુદ્દો હોય કે પછી સહયોગીઓના હિતોનું ધ્યાન રાખવાની વાત, વિશ્વની આગેવાની કરનાર દેશોએ દરેક પ્રકારના ઉદાહરણ સ્થાપિત કરવા જોઈએ.
બેઠકમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લેવરોવે ગલવાન અથડામણમાં કોઈપણ પ્રકારની મધ્યસ્થતા કરવાની વાતનો ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું કે ભારત અને ચીનને બીજા દેશની મદદની જરૂર નથી. જ્યારે દેશનો મુદ્દો હોય ત્યારે એમને કોઈની મદદની જરૂર નથી હોતી. ભારત અને ચીન આ મુદ્દાને જાતે ઉકેલી લેશે. ગલવાન અથડામ પછી ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ પ્રથમવાર સામ-સામે હતા.
જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યીની હાજરીમાં વર્તમના સ્થિતિ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું.
જયશંકરે કહ્યું કે વિશ્વની આગેવાની કરનાર દેશોએ દરેક સ્થિતિમાં ઉદાહરણ સ્થાપિત કરવા જોઈએ. આવા દેશોએ મળીને કામ કરવું જોઈએ જેનાથી તેનો લાભ દરેકને મળી શકે અને વિશ્વને શ્રેષ્ઠ બનાવી શકાય. આ વર્તમાન સમયનો સૌથી મોટો પડકાર છે. ૧૫ જૂનના રોજ લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતા. ૧૭ જૂનના રોજ જયશંકર અને વાંગ યીએ ફોન ઉપર સરહદ વિવાદ અંગે ચર્ચા કરી હતી. ચીન અને ભારત વચ્ચે વિવાદને જોઈને ઇૈંઝ્ર બેઠક યોજાશે કે નહી તે અંગે આશંકા હતી.