અસહ્ય ઉકળાટ-બફારા વચ્ચે મેઘમહેરથી અમદાવાદ વંચિત
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: નૈઋત્યના ચોમાસાનો શુભારંભ થઈ ગયો છે. પરંતુ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને બાદ કરતા વરસાદે જમાવટ કરી નથી. કચ્છમાં મેઘરાજાએ મહેર કરી દીધી છે. અને ૧પ ઈંચ જેટલો વરસાદ ખાબકતા પૂરની Âસ્થતિ સર્જાઈ હતી. આમ, મેઘરાજાની પધરામણી બધે થાય છે પરંતુ કોણ જાણે અમદાવાદ પર મેઘરાજા મહેરબાન કેમ નથી થતાં? દર વર્ષે જૂનમાં થોડો વરસાદ પડે પછી વરસાદ ખેચાઈ જાય છે.
મેઘરાજાના રીસામણ અમદાવાદ પર જાવા મળી રહ્યા છે. અસહ્ય ગરમી ઉકળાટ-બફારાને કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાં જાણે ભેજનું પ્રમાણ વધ્યુ હોય તેમ જણાય છે. સાંજના સમયે બફારો-વધતા ગૃહિણીઓને રસોડામાં રસોઈ કરવી મુશ્કેલ થઈ જાય છે. રાત્રે પવન ફૂંકાય છે. પણ મેઘો ડોકાતો નથી.
સૌરાષ્ટ્રમાં તો ‘દે ધનાધન’ વરસાદ પડી રહ્યો છે. કચ્છના માંડવી સહિતના પંથકમાં તો ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. અમદાવાદમાં એટલો બધો વરસાદ ભલે ન પડે પણ થોડો થોડો પડે તો પણ ચાલશે એવું નાગરીકો હવે તો કહી રહ્યા છે. હવામાન ખાતું પણ આગાહી કરે છે પણ અમદાવાદ પૂરતી તેની આગાહી સાચી પડે તો જલસો પડી જાય.
અમદાવાદના નસીબમાં તો ઝાપટા પણ નથી દેખાતા. વચ્ચે થોડો વરસાદ આવ્યો હતો અને પાણી ભરાઈ ગયા કે આપણે ફરીયાદ કરવા લાગ્યા. બે-ત્રણ ઈંચ વરસાદમાં તો ઠેર ઠેર પાણી ભરાઈ ગયા.
એ બાબતે સૌરાષ્ટ્ર કે કચ્છના લોકોને આપણે કદી ફરીયાદ કરતા સાંભળ્યા?? કારણ કે ત્યાંના લોકો પાણીની કિંમત જાણે છે અને એટલે મેઘરાજાને હમેશા આવકારે છે. આપણે પણ ફરીયાદો છોડીને મેઘરાજાની પધરામણી થાય તો આવકારવો જરૂરી છે. જૂન મહિનો પૂરો થવા તરફ છે. કમસે કમ જુલાઈ-ઓગષ્ટ ભરપૂર રહે અને તેમાં પણ અમદાવાદ પર મેઘરાજાની કૃપા વરસે એવી આશા રાખી શકાય તેમ છે.
આકાશમાં વાદળો જાવા મળે છે. પરંતુ ઘણી વખત ભારે પવન ફૂંકાવાને કારણે વાદળો અન્યત્ર ખેંચાઈ જાય છે અગર તો શહેરની ભૌગોલિક સ્થિતિ મતલબ પ્રદુષણ-લીલોતરી ઓછી હોવાથી વરસાદ પડતો નથજી. અસહ્ય બફારા-ઉકળાટની વચ્ચે મેઘરાજાની પધરાણી થાય એવી શહેરીજનો ચાતક નજરે રાહ જાઈ રહ્યા છે.