સીતપોણ ગામે દૂધ ડેરી સ્ટ્રીટમાં જુગાર રમતા સાત ઈસમોને નબીપુર પોલીસે ઝડપી પાડ્યા.

રોકડા રૂપિયા,મોટર સાયકલ અને મોબાઈલ મળી ૮૨,૯૫૦ નો મુદ્દામાલ કબ્જે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ:પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી રાજ્ય વ્યાપી પ્રોહીબીશન અને જુગારની ડ્રાઈવ આપવામાં આવેલ હતી.જે અન્વયે પોલીસ મહાનનરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ના.પો.અધિકારી ડી.પી.વાઘેલા ભરૂચ વિભાગ નાઓએ પ્રોહીબીશન અને જુગાર ની ડ્રાઈવનો અસરકારક અમલ કરવા તથા જીલ્લામાં પ્રોહીબીશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અનુસંધાને નબીપુર પોલીસ સબ ઈન્સ્પેકટર આર.એ.બેલીમ નાઓ તથા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ હતા.
તે દરમ્યાન બાતમીદાર થી બાતમી મળતા પોલીસ સબ ઈન્સ્પેકટર આર.એ.બેલીમ તથા પોલીસના માણસો સાથે ખાનગી વાહનમાં સિતપોણ ગામે દૂધડેરી સ્ટ્રીટમાં ઈલેક્ટ્રિક લાઈટના થાંભલાના અજવાળામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળી પત્તા પાના વડે પૈસાની હારજીત નો જુગાર રમતા હતા.પોલીસે ઘટના સ્થળે થી (૧) અનવરભાઈ રહીમભાઈ અબ્દાલ રહે-સિતપોણ દૂધડેરી સ્ટ્રીટ તા,જી.ભરૂચ (ર) મકબુલ મુસ્તુફા દિવાન રહે-ધોળી કુઈ બજાર મારવાડી ટેકરો તા,જી.ભરૂચ (3) મહેબુબ ગુલામ દિવાન રહે-ટંકારીયા ભાલોડા ફળિયું તા,જી.ભરૂચ (૪) આસિફ બાબુ અબ્દાલ રહે-સિતપોણ મદનીનગર તા,જી.ભરૂચ (૫) જાકિર અહેમદ દિવાન રહે-ટંકારીયા ભાલોડા ફળિયું તા,જી,ભરૂચ મૂળ રહે- ધોળીકુઈ મારવાડી ટેકરો તા,જી.ભરૂચ
(૬) અહેમદ કરીમ દિવાન રહે-ટંકારીયા કબ્રસ્તાન વાળા રોડ પાસે તા.જી.ભરૂચ મૂળ રહે-ભરૂચ ધોળીકુઈ મારવાડી ટેકરો તા,જી.ભરૂચ (૭) ઈમરાન અહેમદશા દિવાન રહે-ટંકારીયા ગોલવાડ ફળિયુ તા,જે,ભરૂચ નાઓ ને ઝડપી પાડ્યા હતા.પોલીસે તેઓ પાસે થી રોકડા રૂપિયા ૧૮,૦૫૦,ત્રણ મોટર સાયકલ કિંમત રૂપિયા ૬૦,૦૦૦ તથા પાંચ મોબાઈલ કિંમત રૂપિયા ૪,૯૦૦ મળી કુલ ૮૨,૯૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.