કુમકુમ મંદિર દ્રારા ઓનલાઈન (LIVE) શ્રી અબજીબાપાશ્રીનો ૯ર મો અંતર્ધાન દિન ઉજવાશે.
શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ-મણિનગર : શ્રી અબજીબાપાશ્રીના જીવનનું પુસ્તક હોંગકોગમાં પણ વેચાતું હતું – સાધુ પ્રેમવત્સલદાસજી
તા. ર૬ જૂન ને શુક્રવાર- અષાઢી પાંચમ ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે શ્રી અબજીબાપાશ્રીના ૯ર મા અંતર્ધાન દિન નિમિત્તે મહંત શ્રી આનંદપ્રિયદાજી સ્વામીની નિશ્રામાં ઓનલાઈન સત્સંગની ઉજવણી કરવામાં આવશે.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે નાદરી મુકામે રાત્રે ૯-૦૦ વાગ્યાથી ઓનલાઈન સત્સંગ યોજાશે. જેમાં શ્રી અબજીબાપાશ્રીના જીવન કવન ઉપર પ્રેઝેન્ટેશન દર્શવવામાં આવશે અને મહિમાગાન કરવામાં આવશે. આ પ્રસંગે અંતમાં જેમણે શ્રી અબજીબાપાશ્રીના દર્શન કરેલા છે તેવા હાલના એક માત્ર સંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આ પ્રસંગે આશીર્વચન પાઠવશે.
આજ રોજ જીવનપ્રાણ બાપાશ્રીએ જે સદ્ઉપદેશ આપ્યો છે, તેને રેકોર્ડીગ તેને વોટસેપના માધ્યમથી દેશ – વિદેશમાં મોકલવામાં આવશે. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળભૂત ગ્રંથ જે વચનામૃત તેના ઉપર રહસ્યાર્થ પ્રદિપિકાટીકા કરી છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જેવું છે તેવું મહાત્મય તથા અનાદિમુકતની સ્થિતિ, મૂર્તિમાં રસબસપણે રહેવાની વાત તથા જીવનો આત્યંતિક મોક્ષ કેવી રીતે થાય છે અને ભગવાનના અક્ષરધામને પામવાના સરળ કયા ઉપાયો છે તે અંગે ખૂબ જ સાદી અને સરળ ભાષામાં સમજાવ્યું છે. અને આજેય સંપ્રદાયમાં વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા, તથા તેમણે કરેલી બે ભાગ વાતોનું વાંચન, શ્રવણ કરી અનેક સંતો – ભકતો સુખિયા થાય છે. અને સ્વામિનારાયણ ભગવાનના હૃદગત અભિપ્રાયને સમજે છે.
તેમનાં આવા વર્તન અને કાર્યોથી પ્રેરાઈને અમદાવાદથી પ્રસિદ્ધ થતા સસ્તું સાહિત્ય પ્રકાશને આ બાપાશ્રીના જીવન કાર્યનું દર્શન કરાવતું એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. જેનું નામ હતું “કચ્છના સંત અબજીબાપા” આ પુસ્તકોની ધૂમ ભારતભરમાં તો મચી જ હતી. પણ તે છેક હોંગકોગમાં પણ વેચાતું હતું. અને ત્યાંના લોકોપણ આ પુસ્તક વાંચી અબજીબાપાના જ્ઞાન અને તેમના બતાવેલા સિદ્ધાંતોનો લાભ લેતા હતા.
આવા કારણ સત્સંગના પ્રણેતા અને સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પ સ્વરૂપ એવા જીવનપ્રાણ બાપાશ્રીના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ અને તેમના બતાવેલા સિંધ્ધાતોને અમલમાં મૂકી આપણા જીવનને આપણે ઉન્નત બનાવીએ. સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ