પ્રાંતિજ ખાતે ધારાસભ્ય દ્વારા મદદ કાર્યાલયનો શુભઆરંભ કરવામાં આવ્યો
– સ્વામી નારાયણ મંદિર ના મહંત પ્રાણ જીવન દાસજી દ્રારા શુભારંભ કર્યો .
– ભગવાન સત્ય નારાયણ ની કથા યોજાઈ .
– નગરપાલિકા પ્રમુખ , શહેર- તાલુકા પ્રમુખ ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યાં .
– લોકો ના પ્રશ્નો ના નિવારણ માટે મદદ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું .
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ- તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા મદદ કાર્યાલય નો પ્રાંતિજ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રાંતિજ સ્વામી નારાયણ મંદિર ના મહંત પ્રાણ જીવન દાસજી દ્રારા આશીર્વચન આપી શુભારંભ કરાવ્યો .
પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા પોતાના વિસ્તાર ના લોકો ના વચ્ચે રહીને અને તેવોના કામ અને પ્રશ્નોના ઝડપથી નિકાલ થાય તે હેતુથી રૂબરૂ મુલાકાત થાય તે માટે દર બુધવારે સવારે- નવ થી સાંજ ના પાંચ વાગ્યા સુધી પ્રાંતિજ ખાતે આવેલ આંબેડકર કોમ્પલેક્ષ ખાતે મદદ કાર્યાલય નો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો
તો કાર્યાલય ખાતે ભગવાન સત્ય નારાયણ ની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તો પ્રાંતિજ સ્વામિનારાયણ મંદિર ના મહંત શ્રી પ્રાણ જીવન દાસજી ઉપસ્થિત રહીને શુભારંભ કરાવી ને આશીવચન આપ્યા હતાં તો આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ , ભાજપ શહેર પ્રમુખ નિત્યાદનભાઇ બ્રહ્મ ભટ્ટ , તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ , માર્કેટયાર્ડ ના પ્રમુખ રાજુભાઈ પટેલ , ભાજપ આગેવાનો કાર્યકરો , નગરપાલિકા ના કોર્પોર્ટરો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં .