અમેરિકામાં કોરોનાનું તાડવ, એક જ દિવસમાં ૩૫,૯૯૧ નવા કેસ નોંધાયા

વોશિંગ્ટન: સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે સૌથી વધુ કેસ અમેરિકાથી સામે આવ્યા છે. વિશ્વની મહાસત્તા આજે કોરોના જેવા રોગચાળા સામે નતમસ્તક થઇ ગયુ છે. હાલમાં, વિશ્વનાં સૌથી શક્તિશાળી દેશમાં કોરોના વાયરસનો કહેર છે. અમેરિકામાં જ કોરોનાનાં કારણે મોટાભાગનાં મૃત્યુ થયા છે. રોગચાળો હજી પણ અહીં ભયાનક સ્વરૂપ લઈ રહ્યો છે. આપને જણાવી દઇએ કે ૩૫,૯૯૧ નવા કેસ નોંધાયા હતા અને ૮૬૩ લોકોનાં મોત નીપજ્યાં હતાં.
જો કે અમેરિકા કરતા દરરોજ બ્રાઝિલમાં વધુ મોત થઈ રહ્યા છે. વર્લ્ડમીટર અનુસાર અમેરિકામાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા બુધવારે સવાર સુધીમાં વધીને ૨૪ લાખ ૨૪ હજાર થઈ ગઈ છે. કુલ ૧,૨૩,૪૭૩ લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, ૧૦ લાખથી વધુ લોકો ઠીક પણ થયા છે. હમણા ૧૨ લાખ ૮૦ હજાર લોકોની સારવાર હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. યુ.એસ. માં, કુલ ૫ ટકા કોરોનાથી સંક્રમિત લોકોનાં મોત થયા છે. જ્યારે ૪૨ ટકા લોકો આ રોગથી મુક્ત થયા છે.