કોલેજના આચાર્યે જમીનમાંથી પક્ષીઓ માટે ચણ પેદા કરવાની એક આગવી ઝુંબેશ શરુ કરી
“મુઠ્ઠી જાર અને આકાશને આંબતી સૂઝ…” શિક્ષણવિદની કૂદરતને “રિટર્ન ગીફ્ટ”
એક મુઠ્ઠી જારમાંથી શું થઈ શકે…? આ પ્રશ્નનો ઉત્તર તો કોઈ પક્ષીવિદ આપી શકે, પણ હિંમતનગર પોલીટેકનિક કોલેજના આચાર્ય શ્રી પરેશ રાવલ આકાશને આંબતી સૂઝ ધરાવે છે… શ્રી પરેશ રાવલ તો વ્યવસાયે શિક્ષણવિદ છે…. તેમનું મુળ કામ તો વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું છે… એ કામ તો તેઓ સુપેરે નિભાવે છે પરંતુ સાથે સાથે તેમણે કોલેજની જમીનમાંથી પક્ષીઓ માટે ચણ પેદા કરવાની એક આગવી ઝુંબેશ પણ શરુ કરી છે..
વર્ષ-૨૦૦૫માં પોલીટેકનિક કોલેજમાં ઉગાડેલ નર્મદાવનની કેટલીક ખાલી જગ્યાઓ માં પક્ષીઓના ઘટી ગયેલ દાણ-પાણીને આ પ્રયાસ ધ્વારા પ્રકૃતિને કઇંક પાછુ આપી શકાય તેવી ભાવનાથી એક મણ બાજરી, જુવાર અને મકાઇ નું વાવેતર કર્યું છે. જેહાલના વરસાદ પછી તે ઉગી નીકળ્યું છે. જો કુદરતનો સાથ મળી રહેશે તો ૧૦ થી ૧૫ મણ થઇ પક્ષીઓને મુક્તમને ખાવા ચણમળશે અને તેની છેલ્લે વધેલ ચાર જીલ્લાની ગૌ-શાળાને અપાશે.
શ્રી પરેશ રાવલ કહે છે કે, “એલ.ડી. એન્જી કોલેજના NSS ના અધિકારી શ્રી સંઘવી જોડેની વાતમાં જણાવેલ કે, આપણા માનનીય પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને તત્કાલીન શિક્ષણમંત્રીશ્રીમતી આનંદીબેન પટેલે જ્યારે કોલેજની મુલાકાત લીધી ત્યારે ખાલી-ખુલી જગ્યામાં શાકભાજીનું વાવેતર થાય તેમ કહેલ”, આ વિચારબિજ છેલ્લા બે વર્ષથી મનમાં હતું.
આ અગાઉ પક્ષીઓ માટે માળા વહેંચવાના પણ પ્રયાસ કરાયા હતા.આજના શહેરી ક્ષેત્રોમાં પક્ષીઓ માટે ઘટતા જતા ખોરાકના કારણે સંખ્યા ઘટી રહી છે તેમાં પણ આ જારનો ઉપયોગ થઇ શકશે.દરેક ઘર/મકાનનાં ખૂણે જો આ રીતે એક મુઠી દાણા વવાય અને છોડ ઉછરે તો પક્ષીઓને ખોરાક તો મળશે જ પણ સાથે સાથે આજના શહેરી બાળકો જે રોટલી/રોટલો ખાય છે તે અનાજ કેવી રીતે બને છે તે જાણશે અને તેમાં કેટલી મહેનત અને સમય લાગે છે તેની પણ જાણકારી મેળવી શકશે.. જેથી અન્ન પ્રત્યેની જવાબદારીની સમજણ અને તેનો બગાડ અટકાવવા સમજાવી શકાય.
શ્રી પરેશ રાવલ કહે છે કે, “ જો આ પ્રયોગ પર્યાવરણપ્રેમી ગુજરાતની જનતા અને પર્યાવરણ માટે સદૈવ જાગૃત ગુજરાત સરકાર ધ્વારા રાજ્યની ૫૪૦+ સરકારી અને અનુદાનિત ઉચ્ચ અને ટેકનિકલ સંસ્થા તેમજ જી.ટી.યુ. હેઠળની ૫૦૦+ કોલેજોમાં તેમની નાની મોટી ખુલ્લી જગ્યામા કરી શકાય તો રાજ્યના વિવિધ ભાગોમાં એકી સાથે કુદરતનું ઋણ પરત કરી શકાય..”