Western Times News

Gujarati News

સોલા સિવિલના જૂનિયર ડોક્ટર્સ માટે કોરોના ડ્યુટી બાદ આઇસોલેશનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે

જૂનિયર ડોક્ટરોની માંગણી સ્વીકારવામાં આવતા તેઓ તેમની ફરજ પરની કામગીરી શરૂ કરી દીધી છે

સોલા સિવિલ હોસ્પિટલના જૂનિયર ડોક્ટર્સ દ્વારા તેઓની કોરોના ડ્યૂટી બાદ આઇસોલેશનની ડ્યૂટી બાદ પૂરતી સુવિધા ન આપવા બાબતે કલેક્ટર ઓફિસ ખાતે ગઇકાલે કરેલા વિરોધ પ્રદર્શન અંગે સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના ડીનની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, જૂનિયર ડોક્ટરોને કોરોના ડ્યૂટી બાદ તેમને આઇસોલેશનમાં રહેવા માટે હોટલ પીનેકલમાં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, જૂનિયર ડોકટરો દ્વારા કલેક્ટરશ્રી સમક્ષ કરેલ રજૂઆત અન્વયે કલેક્ટરશ્રી દ્વારા અપાયેલ સૂચના મુજબ વધુ જૂનિયર ડોક્ટરોને સામેલ કરી શકાય તે માટે અન્ય એક હોટલ ટ્રીટોટેલમાંપણ આઇસોલેશન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

જૂનિયર ડોક્ટરો દ્વારા તેમની માંગણી સંતોષાતા તેઓ તેમની ફરજ પર ગઇ કાલે જ સવારે હાજર થઇ ગયા છે. દર્દીઓની સેવા કરી રહેલા ડોક્ટર્સ માટે પૂરતી તકેદારી લઇને વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે.

કોરોનાની મહામારીમાં દર્દીઓ માટેની જૂનિયર ડોક્ટરોની કામગીરી પ્રશંસનીય રહી છે. ડોક્ટર્સ તથા પેરા મેડિકલ સતર્કતાને લીધે જ કોરોનાના સંક્રમણને રોકવામાં સફળતા મળી છે તેમ ડીનની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.