Western Times News

Gujarati News

“રાજનીતિ ચક્રશાસ્ત્ર શિરોમણીઓ… આપ સૌને અમારા વંદન છે !”

“નિર્વાચન દરમ્યાન કહેવાયેલા અરમાનો નો વિશ્વાસઘાત ના થાય તેની સભાનતા રાખશોજી !”: “આપણને નવી નવી યોજનાઓના ખ્વાબ બતાવવામાં આવ્યાં છે રૂપિયા આસમાનમાંથી વરસવાનાં છે !” : “આધારકાર્ડ તો અમર થઈ ગયું !”

સારા જહાં મેરી જેબ મે
મધુ શાહ

“હાશ… નિર્વાચન પત્યું… હાશ…. જીત અને હાર ની વાતો પણ પતી !… ભારત દેશની લોકશાહીમાં ચૂંટાયેલી નવી સરકારે ભારતની પ્રજા ના હકો પુનઃ સ્થાપિત કરીને દેશની લોકશાહીનું નવનિર્માણ કરવાની જવાબદારી નિભાવવી પડશે ! આશા રાખીયે છીએ અમે બધા પ્રજાજનો કે નવી સરકાર લોકશાહીના પ્રાણને ધબકતો રાખશે ! નિર્વાચન દરમ્યાન કહેવાયેલા અરમાનો નો વિશ્વાસઘાત ના થાય તેની સભાનતા રાખશે ! બાકી સ્વતંત્ર ભારતમાં જાતજાતની ગમ્મતો જાવા મળે છે ! અને નિર્વાચન દરમ્યાન તો ખાસ !

દુનિયાના શ્રેષ્ઠ રાજનીતિક બેટા-બેટી જમાઈઓ આપણે પેદા કરીએ છીએ ! જા દેશનો ભૂતકાળ તપાસીએ તો ર્ડા. રાજેન્દ્ર પ્રસાદની તદ્દન નિરથીર અને તામસિક જીભવાળી બહેનને વિધાનસભામાં સ્થાન આપવું પડ્યું હતું અને સાહેબ.. જવાહરલાલ નહેરુના માલિશ કરનારા હરિને પણ વિધાનસભ્ય બનાવીને જ કોંગ્રેસીઓ એ છોડ્યો હતો ! આ હરિજીનો વ્યવસાય માલિક કરવાનો હતો અને વિધાનસભામાં એમને ખાસ તકલીફ પડી ન હતી.

એવી જ રીતે અકાલી દળના સંત ફતેહસિંહનો ડ્રાઈવર કિકાર સિંહ પણ વિધાનસભામાં ચૂંટાઈને બેઠો હતો. સંત હરચંદસિંહ લોંગોવાલનો ડ્રાઈવર ગોબિન્દસિંહ કાંજલા પણ ધારાસભ્ય બન્યો હતો ! કોણ કોનો દીકરો છે, કોણ કોની દીકરી છે, કોણ કોનો જમાઈ છે એ શોધી કાઢવું એક રાષ્ટ્રીય રમત બનાવવી જાઈએ ! ટી.વી. વાળાઓએ એક આનો જ ક્‌વીઝ- કાર્યક્રમ રાખવો જાઈએ… કારણ કે આખો દેશ વિપક્ષો, કોંગ્રેસ અને બધાં જ બેટાવાદ, બેટીવાદ જમાઈવાદમાં માને છે અને આ બધાની સાથે દેશની જનતા ર૧મી સદીમાં ચાલી રહી છે !! જૂના જમાનામાં ચીનમાં એક અભિશાપ અપાતો હતો : ‘તમે બહુ રસ પડે એવા દિવસોમાં જીવો ! ’ (મે યુ લિવ ઈન ઈન્ટરેસ્ટિંગ ટાઈમ્સ !) …

આ વખતે નિર્વાચન સમયે એ પણ સમજાયું નથી કે આ અભિશાપ છે કે આશીર્વાદ ? આપણને નવી નવી યોજનાઓના ખ્વાબ બતાવવામાં આવ્યાં છે ! રૂપિયા આસમાનમાંથી વરસવાનાં છે ! મતદાતાઓને પકડમાં લેવા માટે બધું જ થયું છે ! જીતવું એક વસ્તુ છે અને ન હારવા માટે લડવું એ બીજી વસ્તુ છે ! ‘ડીફીટ’ એક વસ્તુ છે, ‘ડીસ્ગ્રેસ’ બીજી વસ્તુ છે ! પણ આપણે… જરૂર ઈન્ટરેસ્ટિંગ ટાઈમ્સમાં જીવવાના છીએ !!! રાજનીતિ ચક્રશાસ્ત્ર શિરોમણીઓ… આપ સૌને અમારા વંદન છે ! આજના ભારતની ઉપલબ્ધ રાજકીય પરિસ્થિતિ કઈ દિશા તરફ જઈ રહી છે તેની તલાશ સમય જ બતાવશે !! બધી જ જાતનાં સગાંઓ, સ્નેહીઓ, સંબંધીઓ દેશની સેવા માટે, વિધાનસભા અને લોકસભાઓમાં જવા માટે થનગની રહયાં છે ! આ દેશનું ભાવિ ઉજ્જવળ છે. જે દેશ સેવા માટે નીકળી પડ્યા છે એમનું ભાવિ પણ ઉજ્જવળ છે. પ્રગતિ સિવાય હવે કોઈ ચારો નથી !!! ચાલો છોડો આ વાત… કૌન જીતા, કોન હારા, યહ કહાની ફિર કભી….!!!

બ્રીટીશ બ્રોડકાસ્ટીંગ કોરપોરેશન જે બ્રિટીશ સંગઠન છે જે ટેલિવિઝન, રેડિયો અને ઈન્ટરનેટ પર સમાચાર પ્રસારણને લગતી માહિતી અને તેના સંદર્ભે કાર્યક્રમો આપે છે- આપણે બી.બી.સી (મ્.મ્.ઝ્ર.) તરીકે જાણીએ છીએ તેનાં એક જાણીતા સંવાદદાતા ડગ્લાસ સ્ટુઅર્ટ જેનું બાળપણ હિંદુસ્તાનમાં ગુર્જ્યું હતું તે જણાવતા કે આ દેશમાં સમાચારની ભરમાર એટલી બધી રહયાં કરે છે કે રાત્રે ઉંઘ હરામ થઈ જાય છે ! એમને આ તકલીફ ખૂબ સતાવતી પણ એમાંથી એ એક અનુભવ યાદ કરીને તકલીફ મુક્ત બની ગયા હતાં ! નાનપણમાં એમની આયા જે હાલરડું ગાઈને એમને સુવાડતી હતી એ એમને યાદ હતું- જે એમણેએકવાર બી.બી.સી રેડિયો પર સંભળાવ્યું હતું : એંશીના દાયકાની આ વાત છે.
હાલરડું આ પ્રમાણે હતું : “ નીની બાબા નીની,  માખન રોટી ચીની,  રોટી ખતમ હો ગયા
ડગ્લાસ બાબા સો ગયા !”…. લખવાનું તાત્પર્ય એ જ કે નિર્વાચન હો ગયા.. નયા પ્રધાનમંડળ હો ગયા… ટી.વી. ચેનલ વાલો.. અબ સો જાઓ.. બહુત થક ગયે હોંગે !!

ખિડકી :
વાહ ગુજરાતી વાહ… દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ પોતાની દીકરીના લગ્નમાં રૂ.૭૦૦ કરોડ (સાતસો કરોડ) ખર્ચે છે, અને આ રકમ તો તેની સંપત્તિનો એક ટકાનો પણ ચોથો ભાગ છે !! જયારે વિકસિત ગુજરાતીઓના રાજય ગુજરાતમાં વાયબ્રન્ડ સમિટ ર૦૧૯માં જે ભોજનથાળ પીરસવામાં આવ્યો, તેની કથિત કિંમત રૂ.૭૦૦૦/- (સાત હજાર) થી વધુ હતી.. જયારે ગુજરાતમાં નિશાળોમાં ચાલતી મધ્યાન્હ ભોજન યોજનામાં બાળક દીઠ રૂઃ૭-૦૦ (સાત રૂપિયા) ખર્ચ કરવામાં આવે છે ! – એ રીતે આ સમિટમાં પધારેલ પ્રત્યેક મહેમાને ગુજરાત રાજયના એક હજાર બાળકોનું ભોજન આરોગ્યું ! વાહ.. ગુજરાત… વાહ !!…. અને હા… તમને ખબર છે ?… મને પણ હમણાં જ ખબર પડી… મૃત્યુના પ્રમાણપત્ર માટે આધારકાર્ડ નંબર જણાવવો જરૂરી છે ! આત્મા અમર છે કે નથી તેની ખબર નથી પણ સાહેબ આધારકાર્ડ તો અમર થઈ ગયું !!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.