વિરપુરથી ડેભારી માર્ગ પાસ થઈ ગયો હોવા છતાં માર્ગના બનાવતા અને ડામરના થીકડા મારી કામ પુર્ણ કરતા સ્થાનિકોમા ભારે રોષ
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાથી ડેભારી જવાનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના નક્કર પગલાં લેવામાં ના આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિરપુર થી ડેભારીને જોડતો માર્ગ પર ઠેર-ઠેર ખાડા ખાબોચિયા થઈ ગયા હોવાથી અવાર જવાર કરનાર મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે જ્યારે આ માર્ગ પર દિવસ દરમ્યાન હજારોની સંખ્યામાં લોકો વિરપુર ખાતે ઘંઘા તેમજ નોકરી અર્થે જવું પડે છે જેથી આવા ખરાબ રસ્તા ના કારણે વઘારાના કિલોમીટર કાપી વાયા ગંઘારી રોડથી વિરપુર જવું પડે છે જેના કારણે આર્થિક રીતે પણ ભારે તકલીફ પડી રહી છે.
આ માર્ગ પર રળીયાતા, કાસોડી, બારોડા, ભરોડી, ગુદીનામુવાડા, સવાનીયા, સરદારપુરા, ડેભારી, કેડવાપુરા, ઘોરી,ઘાટડા જેવા અનેક ગામોનો સમાવેશ થાય છે આ તમામ ગામના આગેવાનો તેમજ સરપંચ દ્વારા અનેક વાર લૈખીક તેમજ મૌખિક જાણ કરી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન આ માર્ગ પર ડામર પાથરી કામ પુર્ણ કરી દે છે જ્યારે આ રસ્તો આજથી એક વર્ષ પહેલાં પાસ થઈ ગયો છે છતાં આ રસ્તો કેમ બનાવવામાં આવતો નથી સા માટે આ રસ્તાને દર વર્ષે ડામર નાખી કામ પુર્ણ કરી દેવા માંગે છે આવી વાતો સ્થાનિક લોકોમાં મુખે ચર્ચાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ વિરપુર થી ડેભારી જવાનો માર્ગ ૨૦૦૫ વર્ષ દરમ્યાન બનાવવામાં આવ્યો હતો માત્ર એકજ વર્ષમાં આ માર્ગ પર ખાડા ખાબોચિયા પડી ગયા હતા તે દરમ્યાન આજ દિન સુધી આ માર્ગને રીપેરીંગ જ કરવામાં આવે છે એ પણ ચોમાસા દરમ્યાન જેથી નવો નાખેલ ડામર પર પાણી અને અવર જવાર વઘારે હોવાથી આ માર્ગ આંખો ઘોવાઈ જાય છે જેના કારણે રસ્તો હતો તેવો ખાડા ખાબોચિયા જેવો થઇ જાય છે જેના કારણે ૮ કિલોમીટરના અંતર ને કાપતા એક કલાક પસાર થઈ જાય છે આવા સંજોગોમાં કોઈ મહિલાની પ્રસુતિ કે કોઈ અન્ય બનાવ સર્જાય તો તે હાલતમાં ઈમરજન્સી સેવા જે-તે સમયે નથી મળી શકતી જેથી ગામડાઓની પ્રજા ઈચ્છી રહી છે કે વિરપુર થી ડેભારીનો માર્ગ તાકિદે નવો બનાવવામાં આવે.*