અમદાવાદની લાલ બસમાં મુસાફરો ઘટયાઃ આવક ઘટી
(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાના ડરને કારણે પેસેન્જરો ઓછા થવાથી લાલબસની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. એક તરફ મુસાફરો ઘટયા તો સાથે સાથે આવક ઘટતા એ.એમ.ટી.એસ વહીવટકર્તા ચિંતામાં મૂકાયા છે જાકે કોરોનાના કહેરની વચ્ચે તંત્ર નાગરિકની જાનમાલનું વિશેષ ધ્યાન રાખી રહયુ છે અને તેથી જ લાલબસમાં સિમિત મુસાફરોને પ્રવેશ આપવામાં આવે છે.
હાલમાં એક સીટ પર એક મુસાફરને મંજૂરી છે. એ.એમ.ટી.એસની આવક રોજની આવક રર લાખ હતી તેમાં ઘટાડો થઈને તે ૩.પ લાખ સુધી પહોંચી ગઈ છે. આ આંકડો નાગરિકોમાં કોરોનાનો ફફડાટ બતાવે છે પહેલા રોજના પ લાખ મુસાફરો પોતાના કામ ધંધાના આવવા જવાના સ્થળે લાલબસનો ઉપયોગ કરતા હતા પરંતુ આ આંકડો ઘટીને ૩ર,૦૦૦ સુધી પહોંચ્યો છે.
કોરોનાના ડરને કારણે લોકો બસનો ઓછો ઉપયોગ કરી રહયા છે પહેલા એક બસમાં રોજના ૭૦૦ મુસાફરો મુસાફરી કરતા હતા હાલમાં ૯૦ થી ૧૦૦ પેસેન્જરો માંડ મળે છે. બીજી તરફ એ.એમ.ટી.એસના સત્તાવાળાઓ ૭૦૦ બસોમાંથી માત્ર ૩૬૮ બસો રાજમાર્ગો પર દોડાવી રહયા છે. ઉલ્લેખનીય છે કે એક તરફ કોરોનાને લીધે બસમાં એક સીટ પ્રમાણે એક જ મુસાફરને બેસાડવામાં આવે છે. જયારે ઉભા રાખવામાં આવતા પેસેન્જરોની સંખ્યા ત્રણ-ચાર હોય છે જાકે મોટાભાગની બસોમાં સીટીગ પેસેન્જર પછી નવા મુસાફરો લેવામાં આવતા નથી.
બીજી તરફ શહેરી વિસ્તારમાં બસો જતી નથી ઈન્કમટેક્ષ તથા નહેરૂબ્રીજ સુધી બસો આવે છે એટલે મુસાફરોને શહેરમાં જવા રીક્ષાઓનો આશરો લેવો પડે છે. આગામી દિવસોમાં એ.એમ.ટી.એસ પૂર્વવત થઈ જશે અને બધી બસો રોડ પર દોડતી થઈ જાય તો પણ પ્રશ્ન એ જ ઉપસ્થિત થશે કે બસની અંદર કેટલા મુસાફરોને લેવા.
કારણ કે કોરોના હજુ પણ સક્રિય છે અને રોજના કેસો મોટા પ્રમાણમાં આવી રહયા છે. આવા સંજાગોમાં ભરચક પેસેન્જરો લેવામાં આવશે તો કોરોનાનો વિસ્ફોટ થાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી આશંકા અસ્થાને નથી.