Western Times News

Gujarati News

અરવલ્લીમાં ધમાકેદાર મેઘરાજાનું આગમન : વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં આનંદ

પ્રતિનિધિ દ્વારાભિલોડા:    અરવલ્લી જિલ્લાના બુધવારે  સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબકતા નેશનલ હાઈવે પર ની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા જીલ્લામાં વરસાદી માહોલ છવાયા બાદ સતત બીજા દિવસે જીલ્લાના મોડાસા શહેર સહીત અનેક વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી ધમાકેદાર રહી હતી.મોડાસા અને ભિલોડા પંથકમાં બપોરના સુમારે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો.આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા.ધડાકા સાથે એકાએક વરસાદ ખાબક્યો હતો. નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા મેઘરાજાના તોફાની આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરતાં અસહ્ય ઉકળાટ થી તોબા પોકારી ઉઠેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

શળધાર વરસાદ વરસ્યો હતો.જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમુક બાળકોએ વરસાદમાં ભીંજાવવાની મજા માણી હતી.આમ એકાએક વિજળીના કડાકા અને ધડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો.એક ઈંચ ઉપરાંત વરસાદ વરસ્યો હોવાનું જણાયું હતું.નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જેથી રસ્તાઓ બેટ બન્યા હતા.આમ મુશળધાર વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ખેડૂતો હવે ચોમાસુ વાવેતર ના શ્રીગણેશ કરશે,સારો વરસાદ થતાં ખેતી પણ સારી રીતે થશે.બપોરના સુમારે વરસાદ ખાબક્તા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડતાં મોસમનો પ્રથમ વરસાદ સારો વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.