શહીદ થયેલા ભારતનાં વીર જવાનોને શ્રદ્ધાંજલીઃ ચીનના પ્રધાનમંત્રીનું પૂતળું બાળ્યું
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ચીન સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા ભારતનાં વીર જવાનોને નેત્રંગ તાલુકા કોંગ્રેસ દ્વારા ચાર રસ્તા પર એકત્રિત થઈ શ્રદ્ધાંજલી અર્પિત કરી ચીનનાં પ્રધાનમંત્રીનું પૂતળું બાળી વિરોધ વ્યક્ત કર્યો હતો.
ભરૂચ જીલ્લાનાં નેત્રંગ તાલુકા કોંગ્રેસ દ્વારા ચીન સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા ભારતનાં વીર જવાનોને શ્રદ્ધાંજલી અર્પિત કરાઈ હતી.તેમજ ચીનનાં પ્રધાનમંત્રીનું પૂતળું બાળી વિરોધ વ્યક્ત કરાયો હતો.ચીન દ્વારા ભારત સાથે સરહદ પર કરાઈ રહેલી અવળ ચંડાઈના પડઘા હવે અંતરિયાળ વિસ્તારનાં ગામોમાં પણ જોવા મળી રહ્યા છે.જેના ભાગરૂપે ઠેર ઠેર દેશની જનતાનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
શુક્રવારનાં રોજ ભરૂચ જીલ્લાનાં નેત્રંગ ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા ચીન સામે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં કોંગી કાર્યકરોએ જિંનપિંગનાં પૂતળાનું દહન કર્યું હતું અને અથડામણમાં શહીદ થયેલા દેશના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.આ પ્રસંગે નેત્રંગ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંજય વસાવા,યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ ની અધ્યક્ષતામાં કાર્યકરોએ સરકાર પાસે વીર જવાનોની શહાદત એળે ન જાય એ માટે ચીન સાથે બદલો લેવા માંગ કરી હતી.