Western Times News

Gujarati News

કેનેડાના વિઝા આપવાના બહાને યુવક સાથે રૂ.પ લાખની છેતરપીંડી

આનંદનગર રોડ પર ટાઈટેનીયમ સીટી સેન્ટરના પાંચમા માળે ઓફિસ ધરાવતાં બંટી બબલીએ એક યુવકને આઈએલટીએસ (IELTS) વગર વિઝા અને વર્ક પરમીટ આપવાની ખાતરી આપી છેતરપિંડી કરી

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક-૧ વચ્ચે છેતરપીંડીની ફરિયાદો વધવા લાગી છે ગઠીયાઓ જુદી જુદી મોડસ ઓપરેન્ડી વાપરી સામાન્ય નાગરિકો સાથે છેતરપીંડી આચરી રહયા છે આ પરિસ્થિતિમાં  શહેરના આનંદનગર રોડ પર બંટી બબલીએ એક યુવકને આઈએલટીએસ (IELTS) વગર વિઝા અને વર્ક પરમીટ આપવાની ખાતરી આપી રૂ.પ લાખની છેતરપીંડી આચરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે શહેરના સેટેલાઈટ રોડ પર જાેધપુર ગામમાં આવેલા સુર્યનગર એપાર્ટમેન્ટમાં રહેતા ચંદ્રિકાબેન કવિ નામની વૃધ્ધા તેમના પુત્ર દર્શિત અશોકભાઈ સાથે રહે છે અને તેમનો મોટો પુત્ર અપૂર્વ પરિવાર સાથે છેલ્લા ૧પ વર્ષથી કેનેડામાં રહે છે

ગયા વર્ષે વેજલપુર ખાતે યોજાયેલી બ્રહ્મસમાજની મીટીંગમાં ચંદ્રિકાબેનનો પુત્ર દર્શિત હાજરી આપવા પહોંચ્યો હતો આ સમયે તેનો પરિચય પુજા રાવલ નામની યુવતિ સાથે થયો હતો અને પુજાએ જણાવ્યું હતું કે તે ભાગીદારીમાં વિઝા પરમીટનું નામ કરે છે

અને આનંદનગર રોડ પર ટાઈટેનીયમ સીટી સેન્ટરના પાંચમા માળે તેની એચ.વી. ઈમીગ્રેશન નામની ઓફિસ ધરાવે છે અને આ ઓફિસમાં વીઝા લેવા ઈચ્છુક લોકોને જરૂરી શિક્ષણ આપી કેનેડા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ મોકલીએ છીએ આ દરમિયાનમાં પુજા તથા તેના ભાગીદારે દર્શિતને આઈએલટીએસ વગર કેનેડાના વિઝા અપાવવાની ખાતરી આપી હતી જેના પગલે આ સમગ્ર હકીકત દર્શિતે તેની માતાને કરતા માતા પુત્ર બંને પુજાને તેની ઓફિસ ખાતે મળવા ગયા હતા.

આ સમયે ઓફિસમાં પૂજા રાવલ અને તેનો ભાગીદાર ધીરેન  હાજર હતા બંને સાથે વાતચીત કરતા કેનેડાની વર્કપરમીટ અને ત્યારબાદ પીઆર મેળવવા બાબતની ચર્ચા થઈ હતી અને આ કામગીરી કરવા માટે રૂ.૧પ લાખનો ખર્ચ થશે તેવુ જણાવ્યું હતું અને આ ખર્ચ પેટે પહેલો હપ્તો રૂ.પ લાખનો આપવાનો રહેશે અને બીજા પ લાખ વર્કમીટ આવે ત્યારે અને ત્રીજા પ લાખ વીઝા અને ટીકીટ આવે ત્યારે આપવાનું જણાવ્યું હતું. ત્યારબાદ માતા અને પુત્રએ ફી ઓછી કરવા માટે વિનંતી કરી હતી પરંતુ તેઓ માન્યા ન હતાં આ દરમિયાનમાં પુજા રાવલ ચંદ્રિકાબેનના ઘરે પણ ગઈ હતી અને તમામ સગવડો કરી આપીશુ તેવી ખાતરી આપી હતી

ત્યારબાદ તા.રપ.૪.ર૦૧૯ના રોજ પુજા રાવલ ફરી વખત ચંદ્રિકાબેનના ઘરે ગઈ હતી અને આ સમયે ચંદ્રિકાબેને બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂ.પ લાખનો ચેક આપ્યો હતો ત્યારબાદ થોડા મહિના પછી ફાઈલનું સ્ટેટસ પુછવામાં આવતા બંને વ્યક્તિઓએ જણાવ્યું હતું કે તમને અપડેશનની જાણકારી આપવામાં આવશે. આ દરમિયાનમાં બંને વ્યક્તિઓે ખોટા ખોટા બહાના કાઢવા લાગ્યા હતા.  જેના પરિણામે આખરે ચંદ્રિકાબેને આ અંગે પૂજા અને ધીરેન વિરૂધ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા આનંદનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.