Western Times News

Gujarati News

જાે તમારું બાળક પણ તૈમુરની જેમ ફેસ પેઈન્ટિંગ કરતું હોય તો ચેતી જજાે

મુંબઈ: થોડા દિવસો પહેલા જ કરીના કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તૈમુરની એક તસવીર શેર કરી હતી. જેમાં તૈમુરના ચહેરા પર પેઈન્ટિંગ કરવામાં આવ્યું હતું. બાળકોને ફેસ પેઈન્ટિંગ પસંદ આવે છે, જેનાથી બાળકોને કંઈક શીખવા પણ મળે છે. જાકે, ફેસ પેઈન્ટિંગ બાળકોની ચામડી માટે નુકસાનકારક પણ સાબિત થાય છે.

બ્રેસ્ટ કેન્સર ફંડ અને તેમના અભિયાન દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર, બાળકો માટે માર્કેટમાં ઉપલબ્ધ ૧૮૭ કોસ્મેટિક ઉત્પાદનો પર લેબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઉત્પાદનોમાં સીસું, કેડમિયમ, સ્ટીરેન, ફોર્મલડિહાઈડ અને હવામાં ઉડતા યૌગિક જેવા કે બેન્ઝિન અને ટોલૂન મળી આવ્યા હતાં.

રિસર્ચ અનુસાર લીડ અને કેડમિયમ બાળકો માટે ખૂબ નુકસાનકારક હોય છે. સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને એ સ્પષ્ટતા કરી છે કે લોહીમાં લેડની માત્રાથી બાળકોમાં નસ સંબંધિત અને બૌદ્ધિક વિકાસ સાથે જાડાયેલી પરેશાનીઓ થઈ શકે છે.

૧૮૭ ટેસ્ટ કરાયેલા ઉત્પાદનોમાંથી આશરે ૪૮ હેલોવીન ફેસ પેઈન્ટમાં આર્સેનિક, કેડમિયમ, ક્રોમિયમ, સીસું અને મર્ક્યુરી મળી આવ્યું હતું. ફેસ પેઈન્ટમાં આશરે ૨૦% લેડ મળી આવ્યું હતું. કેડમિયમની માત્રા આશરે ૩૦% હતી. ભારે ધાતુઓની માત્રા તેમાં સૌથી વધારે હતી અને આવું કાળા અને ઉંડા પિગમેન્ટ પેઈન્ટમાં વધારે હતું. દરેક ઉત્પાદનોમાં લેડ (સીસું)ની માત્રા સૌથી વધારે હતી.

ગમે તેટલી માત્રામાં સીસું સુરક્ષિત નથી હોતુ. લેડના સંપર્કમાં આવવાથી શરીરનું દરેક તંત્ર પ્રભાવિત થઈ શકે છે. લેડની ઓછી માત્રા શરીરમાં જામી શકે છે અને જીવનભર માટે યાદ રાખવાની ક્ષમતાને અસર પહોંચાડી શકે છે. આ ઉપરાંત અન્ય ગંભીર સમસ્યાઓ પર ઉત્પન્ન કરી શકે છે. સીસું જા શરીરમાં જામી જાય તો લીડ પોઈઝનિંગ થઈ શકે છે.

જા તમે તૈમૂર અલી ખાનને જાઈને પોતાના બાળકોને પણ ફેસ પેઈન્ટિંગ માટે પ્રેરિત કરવાનું વિચારતા હોવ તો આવું બિલકુલ ન કરવું જાઈએ. બાળકોની ચામડી ખૂબ જ નાજુક હોય છે. આ કારણે તેમની ચામડી પર કોઈ જ રીતના કેમિકલનો ઉપયોગ ન કરવું જાઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.