લોકડાઉન પછી પ્રોપર્ટીમાં ભાવ ઘટાડો દિવાસ્વપ્ન?!
કારીગરો-શ્રમિકો વતનમાં જતાં રહેતા બાંધકામ ઉદ્યોગમાં કામગીરી ઠપ્પ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાની મહામારીને કારણે બે મહિના લોકડાઉને ભલભલા ઉદ્યોગોનીછ કમ્મર તોડી નાંખી છે. કૃષિક્ષેત્ર પછી સૌથી વધારે રોજગારી પૂરા પાડતા રિયલ એસ્ટેટ ઉદ્યોગની હાલત કફોડી છે.
લોકડાઉનમાં કામ-ધંધા બંધ રહ્યા હતા. હવે લાખ્ખો કામદારો પોતાને વતન જતા રહ્યા છે અને તેઓ ઝડપથી પાછા ફરશે એવી આશા રાખવામાં આવતી નથી. બીજી તરફ સિમેન્ટ, સ્ટીલ, ગ્રેવલ, સહિતના બાંધકામ માટેના મટીરિયલ્સના ભાવમાં ૩૦ થી ૪૦ ટકાનો સુધીનો ભાવવધારો નોંધાયો છે. તેનું ભારણ આગામી દિવસોમાં ગ્રાહકો પર જ આવી શકે છે. પરંતુ હાલમાં ખરીદનાર ગ્રાહક નથી. અમુક પ્રોજેક્ટો ડેવલપમેન્ટ તબક્કામાં છે.
પરંતુ કામ અટક્યા હોવાને કારણે બિલ્ડરોને પેમેન્ટ મળતા નથી. બજારમાં લીકવિડીટીની ખેંચ છે. આ વબધી સમસ્યાઓની વચ્ચે પ્રોપર્ટીના ભાવમાં ઘટા થશે અને મકાનો સસ્તા થશે એવી કોઈ શક્યતા નહીં હોવાની વાત ડેવલપરો કહી રહ્યા છે.
દેશમાં કૃષિક્ષેત્ર પછી જા કોઈ વધારે રોજગારી પૂરૂ પાડતું ક્ષેત્ર હોય તો તે બાંધકામ ક્ષેત્ર છે. રિયલ એસ્ટેટનું કદ રૂ.૧૦ ટ્રીલીયન જેટલું છે અને દેશના જીડીપીમાં તેનું યોગદાન લગભગ આઠ ટકા જેટલું છે. જ્યારે તે દેશમાં પ કરોડ કરતા વધારે લોકોને રોજગારી પૂરૂ પાડે છે. લોકડાઉનને કારણે અન્ય તમામ ઉદ્યોગોની માફક રિયલ એસ્ટેટમાં કામગીરી અટકી ગઈ હતી. હજુ પણ રિયલ એસ્ટેટમાં મંદીનો માહોલ જાવા મળી રહ્યો છે.
બાંધકામ માટેના જરૂરી મટીરીયલ્સમાં ૩૦ થી ૪૦ ટકાનો ભાવ વધારો થયો છે. તેને કારણે પ્રોપર્ટીના ભાવમાં કોઈ ઘટાડો સંભવ નથી. તેની જગ્યાએ ડેવલપર્સ પોતાના પરનું ભારણ ગ્રાહકો પર ઝીંકી દેશે તેથી આગામી દિવસોમાં પ્રોપર્ટીના ભાવ ઘટવાની જગ્યાએ વધશે એવી પૂરેપૂરી શક્યતાઓ છે.
કેટલાંક બાંધકામ પ્રોજેક્ટ વિલંબમાં મુકાયા છે તો અમુક તો કેન્સલ કરવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે. અને તેની અસર બાંધકામ મટીરીયલ્સની સંપૂર્ણ સપ્લાય ચેઈન પર પડી છે. હવે તો પરિસ્થિતિ એ આવી છે કે ડેવલોપર્સને તેમના પ્રોજેક્ટ માટેનો સમયગાળો લંબાવવો પડે તેમ છે. જા કે એ અંગે કાયદાકીય પ્રશ્નો ઉઠી શકે છે.
પરંતુ લોકો પણ બાંધકામ હેઠળના ફલેટ ખરીદવાની જગ્યાએ રેડી ટુ મુવ મકાનો ખરીદી રહ્યા છે. તેમાં જાખમ ખુબ જ ઓછું જાવા મળતું હોય છે. જ્યારે ડેવલપમેન્ટ હેઠળની પ્રોપર્ટીમાં સમય જતો હોય છે. બિલ્ડર્સ પણ નિયત સમયમાં પઝેશન આપી શકતા હોતા નથી.
કોરોનાને કારણે લોકડાઉન અને અનલોક- પછી પણ રિયલ એસ્ટેટમાં કામ કરતા કામદારો-મજુરોની અછત ઉભી થઈ છે. પોતાને વતન તા રહેલા કારીગરો- શ્રમિકો પરત ફરે પછી જ રિયલ એસ્ટેટ ધમધમતું થશે.