ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે વરસાદે હાથતાળી આપતા ખેડૂતો ચિંતાતુર બન્યા
યોગ્ય સમયે વરસાદ ન વરસતા ખેડુતોને પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડીયા તાલુકાના પંથક મા જુન માસ ના પ્રારંભ સાથે આકાશમાં કાળા વાદળો ઘેરાવાની સાથે નજરે પડતા જોવા મળ્યા હતા.ગમે ત્યારે વરસાદ નુ આગમન થાય એવુ વાતાવરણ જામ્યુ હતુ એને થોડા દિવસ બાદ ઝઘડીયા પંથકમા ખેતીલાયક વરસાદ વરસતા ખેડુતોએ પોતાના ખેતર મા ચોમાસુ પાક વાવણીની શરૂઆત કરી હતી.
ત્યાર બાદ મેઘરાજા રિસાઈ જતા એટલે કે વરસાદ ખેંચાતા જરૂરીયાતના સમયે વરસાદ ન વરસતા ખેડૂતોની હાલત દયનીય બની છે.હાલ આકાશ મા કાળા વાદળો ઘેરાયને આવતા નજરે પડે છે પણ વરસાદ ન હોવાથી ખેતર મા વાવણી કરેલ પાક નિષ્ફળ જવાની ભિતી ખેડૂતો સેવાય રહ્યા છે.જો ટુંક સમય માં વરસાદ ન વરસે તો ખેડુતોનુ મોઘાભાવનુ વાવણી કરેલ બિયારણ નિષ્ફળ જશે.
જેથી ખેડૂતોએ નવેસર થી પાક નુ વાવેતર કરવુ પડી શકે તેમ છે. ખેતરોમાં પાકની રોપણી કરી ખેતર તૈયાર કરવામા આવ્યા છે.એવામા ઘરતીપૂત્રો મેઘરાજા મન મુકી વરસે એવી આશા લઈ આકાશ તરફ નજર રાખી રાહ જોઈ રહ્યા છે.જ્યારે બીજી બાજુએ ઝઘડીયા તાલુકામાં અવાર નવાર વાતાવરણનાં ફેરબદલનાં કારણે લોકો ભયંકર ગરમી અને બફારાનાં કારણે પરસેવાથી રેબઝેબ થઈ રહ્યા છે.