મહુધા ચોકડી પાસેથી ગોધરા તાલુકા પો.સ્ટેનો ગુનાનો નાસતા ફરતા આરોપીને પકડી પાડતી કપડવંજ ડીવીઝન સ્કોડ
.પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ તથા નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ વિભાગ , કપડવંજ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ અહેડ કોન્સ મહાવિરસિંહ ,મહાવિરસિંહ કાળુભા, રણજિતસિંહ, ચૈતન્યકુમાર આ રીતેના પોલીસ માણસો સાથે કપડવંજ ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલા દરમ્યાન પો.કો. મહાવિરસિંહ કાળુભા નાઓને બાતમી હકિકત આધારે મહુધા ચોકડી પાસેથી ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહી ગુ.ર.નં ૧૧૨૦૭૦૨૪૨૦૦૦૬૧/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ- ૬૫ એ , ૬૫ ઇ , ૮૧ , ૮૨ , ૯૮ ( ૨ ) મુજબના ગુનાના આરોપી- હિતેષભાઇ ડાહ્યાભાઇ તળપદા રહે- ગુતાલ , ઇન્દિરાનગરી તા- નડીયાદ જી- ખેડા ને ઉપરોક્ત ગુનાના કામે સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) આઇ મુજબ આજરોજ કલાક- ૧૦/૧૫ વાગે અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે