બાયડ તાલુકાના તેનપુર મંદિરમાંથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માટી અને જળ એકત્રિત કરવામાં આવ્યા
ભગવાન રામચંદ્ર ના અયોધ્યામાં નવ નિર્માણ મંદિર માટે અરવલ્લી જિલ્લાના તેનપુર ગામ ના મંદિર માંથી જળ માટી અને કળશ બાયડ તાલુકાના તેનપુર ગામના વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકરો દ્વારા એકત્રિત કરી અયોધ્યા મોકલવામાં આવી હતી
છેલ્લા કેટલાક વર્ષોથી રામ મંદિર નિર્માણ માટે અયોધ્યા માં સુપ્રીમ કોર્ટે ના આદેશ મુજબ રામ મંદિર નું કામ ચાલુ કર્યું છે ત્યારે મંદિર નિર્માણ માં ભારત ના પવિત્ર તીર્થ માં થી જળ અને માટી કળશ માં ભરી લઈ જવામાં આવે છે ત્યારે ભવ્ય રામ મંદિર નાં નિર્માણ માટે તેનપુર ગામના ઉત્સાહિત વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો દ્વારા પોતાના ગામના મંદિર પરિસરમાંથી જળ અને માટી કળશ માં ભરી અયોધ્યા મોકલવા નો કાર્યક્રમ કરવામાં આવ્યો મંદિર માંથી જળ માટી અને કળશ નું પૂજા અર્ચન કરી વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા અને આ તમામ પવિત્ર માટી જળ કળશ નું વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્ય કરો પટેલ સંદીપભાઈ ,પટેલ જયદીપભાઇ, પટેલ અક્ષય ભાઈ ,પટેલ મેલાભાઈ ગિરધરભાઈ ,પટેલ લલ્લુભાઈ ,પટેલ બળવંતભાઈ ,પટેલ પંકજભાઈ જેવા અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહીને ભગવાન રામ નું ભવ્ય મંદિર નું નિર્માણ કાર્ય ચાલુ કરવામાં આવે તે હેતુથી જળ અને માટી કળશ માં ભરી અયોધ્યા મોકલવામાં આવી હતી